Not Set/ દાંતાના કોંગ્રેસના MLA કાંતિ ખરાડીને મારી નાખવાની મળી ધમકી

પાલનપુર: બનાસકાંઠાનાં દાંતાના કોંગ્રેસના ધારાસભ્ય (MLA)ને ટેલિફોનિક ધમકી મળી છે. આ મામલે પોલીસ દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરીને ધમકી આપનાર શખ્સની અટકાયત કરી છે. ધારાસભ્ય કાંતિ ખરાડીને ધમકી આપનાર શખ્સ તેમના જ મત વિસ્તારનો રહેનાર છે જેના કારણે ચિંતાનો વિષય વધુ ગંભીર બન્યો છે.   આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ દાંતા વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય કાંતિ ખરાડીને […]

Top Stories Gujarat Others Trending Politics
Danta's Congress MLA Kanti Kharadi to threatens to kill

પાલનપુર: બનાસકાંઠાનાં દાંતાના કોંગ્રેસના ધારાસભ્ય (MLA)ને ટેલિફોનિક ધમકી મળી છે. આ મામલે પોલીસ દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરીને ધમકી આપનાર શખ્સની અટકાયત કરી છે. ધારાસભ્ય કાંતિ ખરાડીને ધમકી આપનાર શખ્સ તેમના જ મત વિસ્તારનો રહેનાર છે જેના કારણે ચિંતાનો વિષય વધુ ગંભીર બન્યો છે.

 

Kanti Kharadi MLA1 દાંતાના કોંગ્રેસના MLA કાંતિ ખરાડીને મારી નાખવાની મળી ધમકીઆ અંગે પ્રાપ્ત વિગતો મુજબ દાંતા વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય કાંતિ ખરાડીને તેમના મોબાઈલ ફોન ઉપર એક ફોન આવ્યો હતો. જેના ફોન કરનાર વ્યક્તિએ ધારાસભ્યની સાથે એલ ફેલ શબ્દો બોલીને ગાળાગાળી કરી હતી. એટલું જ નહીં. આ ફોન કરનાર વ્યક્તિએ ધારાસભ્યને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

પોલીસે દાંતાના જ એક શખ્સની કરી અટકાયત

મોબાઈલ ફોન ઉપર ધમકી મળ્યા બાદ ધારાસભ્ય કાંતિ ખરાડી દ્વારા તાત્કાલિક આ ઘટના અંગે અમીરગઢ પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી. જે અંગે અમીરગઢ પોલીસ દ્વારા તાકીદે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પોલીસે જે નંબર ઉપરથી ધારાસભ્યને ફોન આવ્યો હતો તે નંબરનો સંપર્ક કરવામાં આવ્યો હતો પરંતુ તે નંબરનો ફોન બંધ થયો હોવાનું જણાવતું હતું.

આમ છતાં અમીરગઢ પોલીસે ધારાસભ્યના મોબાઈલ પર આવેલા ફોન નંબરના આધારે તે ફોન નંબરની કોલ ડીટેઈલ્સ કઢાવી હતી. જેના આધારે આ ફોન નંબર દાંતા વિસ્તારમાં રહેતા લાલજી ઠાકોરનો હોવાનું ખુલવા પામ્યું હતું. જેથી પોલીસે ધારાસભ્યને અપાયેલી ધમકીના મામલે લાલજી ઠાકોર નામના આ શખ્સની અટકાયત કરી હતી.

અમીરગઢ પોલીસે તેની અટકાયત કરીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.