AI legislation/ AI કાયદાના દાયરામાં, કાનૂન બનાવવા યુરોપિયન યુનિયને આપી સંમતિ

આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI), શરૂઆતમાં જેટલું આકર્ષક હતું, તે હવે એટલું જ ખતરનાક બની ગયું છે. માત્ર ભારત જ નહીં પરંતુ અમેરિકા સહિત વિશ્વના ઘણા દેશો AIથી પરેશાન છે.

Top Stories World

આજે દુનિયાભારમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ટેકનોલોજીની બોલબાલા છે. આ ટેકનોલોજી લોકોના કામ બહુ સરળ બનાવશે. છતાં પણ તેના સંભવિત દુરુપયોગને લઈને વિશ્વના દેશો ચિંતિત છે. AIના ઉપયોગ અને તેમાં નિયંત્રણ લાવવાને લઈને અનેક વખત ચર્ચા ઉઠી હતી. હવે યુરોપિયન યુનિયન એઆઈ વિરુદ્ધ કાયદો બનાવવા માટે સંમત થઈ ગયું છે. રિપોર્ટ અનુસાર યુરોપિયન યુનિયન પહેલીવાર AI માટે કાયદો (AI legislation) બનાવવા માટે રાજી થઈ ગયું છે. જો યુરોપિયન યુનિયન AI સંબંધિત કોઈ કાયદો બનાવે છે, તો તે સમગ્ર વિશ્વમાં પ્રથમ વખત બનશે કે AI કાયદાના દાયરામાં આવશે.

આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI), શરૂઆતમાં જેટલું આકર્ષક હતું, તે હવે એટલું જ ખતરનાક બની ગયું છે. માત્ર ભારત જ નહીં પરંતુ અમેરિકા સહિત વિશ્વના ઘણા દેશો AIથી પરેશાન છે. AIના તેના ફાયદા છે પરંતુ તેનો ઉપયોગ મોટાભાગે ખોટા હેતુઓ માટે થઈ રહ્યો છે. ઘણા સમયથી દુનિયાભરમાં તેને રેગ્યુલેટ કરવાની વાત ચાલી રહી હતી પરંતુ આજ સુધી તેને લઈને કોઈ કાયદો નથી બન્યો.

હવે યુરોપિયન યુનિયન એઆઈ વિરુદ્ધ કાયદો (AI legislation) બનાવવા માટે સહમત થઈ ગયું છે. રિપોર્ટ અનુસાર યુરોપિયન યુનિયન પહેલીવાર કાયદો બનાવવા માટે રાજી થઈ ગયું છે. જો યુરોપિયન યુનિયન AI સંબંધિત કોઈ કાયદો બનાવે છે, તો તે સમગ્ર વિશ્વમાં પ્રથમ વખત બનશે કે AI કાયદાના દાયરામાં આવશે. આને AI એક્ટ કહેવામાં આવશે જે AIના ક્ષેત્રમાં ઝડપી વિકાસ અને જોખમોને નિયંત્રિત કરશે. આ કાયદો હાનિકારક AI પ્રથાઓ પર પ્રતિબંધ મૂકે છે જેમાં લોકોની સલામતી, આજીવિકા અને અધિકારોનો સમાવેશ થાય છે.

યુરોપિયન સંસદના પ્રમુખ રોબર્ટા મેત્સોલાએ કહ્યું કે AIના ઝડપથી વધી રહેલા દુરુપયોગને રોકવા માટે કાયદો જરૂરી છે. તમને યાદ અપાવી દઈએ કે AI વિરુદ્ધ કાયદા અંગેનો પ્રસ્તાવ 2021માં જ આપવામાં આવ્યો હતો. AI કાયદાના દાયરામાં આવ્યા પછી, ઓપનએઆઈના ચેટજીપીટી જેવા ચેટબોટ્સ પણ તેના કાર્યક્ષેત્રમાં આવશે. આ સિવાય ગૂગલ બાર્ડ, જેમિની અને મેટાઝ ઈમેજીનને પણ આ કાયદાનો સામનો કરવો પડશે. ભારતમાં પણ ડીપ ફેકને લઈને ટૂંક સમયમાં કાયદો આવી શકે છે.


આ પણ વાંચો :

આ પણ વાંચો :

આ પણ વાંચો :