Ahmedabad News/ GCAS પોર્ટલમાં મોટા ફેરફારો: એડમિશન ફોર્મ ભરવાની તારીખ લંબાઈ, વિદ્યાર્થીઓને મોટી રાહત

GCAS Portalમાં મહત્વના સુધારા કરવામાં આવ્યા છે. એડમિશન ફોર્મ ભરવાની તારીખ લંબાવવામાં આવી, માર્કશીટ વગર અરજી અને કેટેગરી બદલવાનો વિકલ્પ પણ ઉમેરાયો.

Top Stories Ahmedabad Gujarat Breaking News
GCAS Portalમાં મહત્વના સુધારા, વિદ્યાર્થીઓને મોટી રાહત

Ahmedabad News: કોલેજમાં પ્રવેશ માટે GCAS પોર્ટલ (GCAS Portal) પર ફોર્મ ભરતા વિદ્યાર્થીઓ માટે મહત્વપૂર્ણ અને રાહતભરા સમાચાર સામે આવ્યા છે. રાજ્ય સરકાર દ્વારા GCAS (ગુજરાત કોમન એડમિશન સર્વિસ) પોર્ટલમાં અનેક મહત્વના સુધારા કરવામાં આવ્યા છે, જેના કારણે હજારો વિદ્યાર્થીઓને એડમિશન પ્રક્રિયામાં સરળતા મળશે.

સૌથી મહત્વની વાત એ છે કે GCASમાં એડમિશન ફોર્મ ભરવાની અંતિમ તારીખ લંબાવવામાં આવી છે. હવે વિદ્યાર્થીઓ 28 તારીખ બાદ પણ એડમિશન માટે અરજી કરી શકશે. ઉપરાંત રજિસ્ટ્રેશનના રાઉન્ડ-4 સુધી વિદ્યાર્થીઓને અરજી કરવાની તક આપવામાં આવશે.

GCAS Portal: માર્કશીટ વગર પણ થઈ શકશે અરજી

ઘણા વિદ્યાર્થીઓને હજુ સુધી ફિઝિકલ માર્કશીટ મળી નથી, જેને ધ્યાનમાં રાખીને હવે આવા વિદ્યાર્થીઓ પણ GCAS પોર્ટલ (GCAS Portal) પર અરજી કરી શકશે. વિદ્યાર્થીઓના બેઠક ક્રમાંક પોર્ટલ પર અપલોડ થયા બાદ સિસ્ટમ દ્વારા ઓટોપેચ પ્રક્રિયા કરવામાં આવશે.ઓટોપેચ થયા બાદ વિદ્યાર્થીઓને અલગથી માર્કશીટ અપલોડ કરવાની જરૂર નહીં રહે, જેના કારણે એડમિશન પ્રક્રિયા વધુ સરળ બનશે.

બર્થ પ્રૂફ માટે નવા નિયમો

GCAS પોર્ટલ (GCAS Portal)માં વધુ એક મહત્વપૂર્ણ સુધારો કરવામાં આવ્યો છે. હવે જન્મતારીખના પુરાવા તરીકે માત્ર LC (લીવિંગ સર્ટિફિકેટ) જ નહીં પરંતુ ધોરણ-10ની માર્કશીટ પણ માન્ય ગણાશે.

કેટેગરી બદલવાનો વિકલ્પ ઉમેરાયો

વિદ્યાર્થીઓ માટે સૌથી ઉપયોગી માનવામાં આવતો સુધારો એટલે કેટેગરી બદલવાનો વિકલ્પ. નવા અપડેટ મુજબ હવે વિદ્યાર્થીઓ GCAS પોર્ટલમાં પોતાની કેટેગરી બદલી શકશે.જનરલ કેટેગરીમાંથી રિઝર્વ કેટેગરીમાં અને રિઝર્વમાંથી જનરલ કેટેગરીમાં પરિવર્તન શક્ય બનશે.

GCASમાં ‘Unlock’ ઓપ્શન ઉમેરાયું

પોર્ટલમાં નવું “Unlock” ઓપ્શન પણ ઉમેરવામાં આવ્યું છે. જેના કારણે વિદ્યાર્થીઓ પોતાની અરજીમાં જરૂરી ફેરફાર સરળતાથી કરી શકશે.શિક્ષણ વિભાગના આ નવા સુધારાઓથી ખાસ કરીને એવા વિદ્યાર્થીઓને મોટી રાહત મળશે, જેમને દસ્તાવેજો, કેટેગરી અથવા ટેકનિકલ સમસ્યાઓને કારણે મુશ્કેલીઓ પડી રહી હતી.


આ પણ વાંચો:GCAS પોર્ટલ વિવાદ: અમદાવાદમાં ABVPનો ઉગ્ર વિરોધ, ઓફિસનો દરવાજો તોડ્યો

આ પણ વાંચો:GCAS પોર્ટલ પર વિદ્યાર્થીઓ એક જ અરજી દ્વારા રાજ્યની વિવિધ યુનિવર્સિટીના એક કરતા વધુ પ્રોગ્રામ્સ – અરજી ઘર બેઠા કરી શકે છે

આ પણ વાંચો:GCAS પોર્ટલ અંગે રાજ્ય સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય