Not Set/ પાકિસ્તાન : ૭ વર્ષની બાળકીનો રેપ બાદ હત્યા કરવા બદલ આરોપીને ફાંસીની સજા

લાહોર પાકિસ્તાનમાં એક નાની સાત વર્ષની  બાળકી સાથે બળાત્કાર અને હત્યાના આરોપમાં દોષિત ફાંસીની સજા ફટકારવામાં આવી છે. ૧૭ ઓક્ટોમ્બરના રોજ આરોપીને ફાંસી પર લટકાવવાનો આદેશ પાકિસ્તાનની એન્ટી ટેરર કોર્ટે આપ્યો છે.૨૩ વર્ષીય આરોપી ઇમરાન અલીને લાહોરની સેન્ટ્રલ જેલમાં ફાંસી આપવામાં આવશે.   પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં ઝેનાબ નામની બાળકીનું અપહરણ કર્યા બાદ બળાત્કાર કરીને તેને […]

World Trending
zainab પાકિસ્તાન : ૭ વર્ષની બાળકીનો રેપ બાદ હત્યા કરવા બદલ આરોપીને ફાંસીની સજા

લાહોર

પાકિસ્તાનમાં એક નાની સાત વર્ષની  બાળકી સાથે બળાત્કાર અને હત્યાના આરોપમાં દોષિત ફાંસીની સજા ફટકારવામાં આવી છે.

૧૭ ઓક્ટોમ્બરના રોજ આરોપીને ફાંસી પર લટકાવવાનો આદેશ પાકિસ્તાનની એન્ટી ટેરર કોર્ટે આપ્યો છે.૨૩ વર્ષીય આરોપી ઇમરાન અલીને લાહોરની સેન્ટ્રલ જેલમાં ફાંસી આપવામાં આવશે.

Related image

 

પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં ઝેનાબ નામની બાળકીનું અપહરણ કર્યા બાદ બળાત્કાર કરીને તેને મોતને ઘાટ ઉતારી દેવામાં આવી હતી.

Related image

સાત વર્ષની બાળકીના મોતને લઈને પાકિસ્તાનમાં ઉગ્ર વિરોધ કરીને આરોપીને સજા આપવાની માંગ કરવામાં આવી હતી.

Related image

૫ જાન્યુઆરીના રોજ ઝેનાબનું અપહરણ કરવામાં આવ્યું હતું. ૫ જાન્યુઆરીના રોજ ઝેનાબ તેના સંબંધીના ઘરે હતી કેમ કે તેના માતા-પિતા સાઉદી યાઅરેબિ ગયા હતા.

પોલીસે સીસીટીવી કેમેરાની મદદથી આ મામલે તપાસ હાથ ધરી હતી. ૬ જાન્યુઆરીના રોજ ઝેનાબનો મૃતદેહ શાહબાઝ ખાન રોડ પરથી મળી આવ્યો હતો.