Gujarat/ અરવલ્લીમાં ભાજપ નિયમો તોડી રહ્યું છે, સામાન્ય જનતા દંડ ભરી રહી છે

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની ઘડીઓ ગણાય રહી છે, ત્યારે અરવલ્લી જિલ્લામાં ભાજપ દ્વારા બાયડ અને માલપુર મત વિસ્તારમાં આવેલી જિલ્લા અને તાલુકા પંચાયતની સીટો પર સભા-સંમેલનો યોજવામાં આવી રહ્યા છે….

Gujarat Others
sssss 8 અરવલ્લીમાં ભાજપ નિયમો તોડી રહ્યું છે, સામાન્ય જનતા દંડ ભરી રહી છે

@મહેશ પરમાર, મંતવ્ય ન્યૂઝ – અરવલ્લી

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની ઘડીઓ ગણાય રહી છે, ત્યારે અરવલ્લી જિલ્લામાં ભાજપ દ્વારા બાયડ અને માલપુર મત વિસ્તારમાં આવેલી જિલ્લા અને તાલુકા પંચાયતની સીટો પર સભા-સંમેલનો યોજવામાં આવી રહ્યા છે.

sssss 9 અરવલ્લીમાં ભાજપ નિયમો તોડી રહ્યું છે, સામાન્ય જનતા દંડ ભરી રહી છે

ચૂંટણી લક્ષી કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. પરંતુ આ કાર્યક્રમોમાં કોવિડ ગાઈડલાઇન્સનો સરેઆમ ભંગ થતો જોવા મળી રહ્યો છે. જો સામાન્ય જનતાને ઉત્તરાયણનો તહેવાર મનાવવા બધા નિયમો લાગુ પડતા હોય તો સભા અને સંમેલનો કરવા ભાજપ માટે કેમ નહિ? આ સવાલ સામાન્ય જનતાનાં મનમાં ઉઠી રહ્યો છે.

sssss 10 અરવલ્લીમાં ભાજપ નિયમો તોડી રહ્યું છે, સામાન્ય જનતા દંડ ભરી રહી છેબાયડ અને માલપુર તાલુકાની જુદી જુદી સીટો પર અરવલ્લી જિલ્લા ભાજપ સંગઠનનાં પ્રમુખ રાજેન્દ્ર પટેલની હાજરીમાં યોજાયેલા આ કાર્યક્રમમાં ભાજપનાં જિલ્લા કક્ષાનાં નેતાઓ પણ હાજર હતા અને મોટી સંખ્યામાં ભાજપનાં કાર્યકરો સહિત જન મેદની ભેગી કરી કાર્યક્રમો ઉજવાયા છે. ત્યારે જિલ્લા પોલીસ મુક પ્રેક્ષક બની છે, જેના કારણે અરવલ્લીમાં સામાન્ય જનતા દંડ ભરે અને ભાજપ કાર્યક્રમો યોજે તેવો માહોલ જોવા મળી રહ્યો છે.

Festival: અમદાવાદમાં જાણો કેવો છે વાસી ઉત્તરાયણનો માહોલ?…

Rajkot: રાજકોટમાં પ્રથમવાર રેસકોર્સ રોડ, રૈયા રોડ અને એરપોર્ટ રોડની …

Gujarat: લીંબડી ડીવીઝન પોલીસે ગેરકાયદેસર હથિયારનાં નેટવર્કનો પર્દાફાશ…

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ

દેશ દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો