- શહેરમાં નથી જામ્યો વાસી ઉત્તરાયણનો માહોલ
- આ વર્ષની ઉત્તરાયણ ઉજવણી ફિક્કી જોવા મળી
- કોવિડ નિયમો પ્રમાણે ગઈકાલે ઉત્તરાયણની ઉજવણી
- આ વર્ષે છત પર પહેલાંની જેમ નથી જામ્યો રંગ
નવા વર્ષનો પહેલો તહેવાર એટલે ઉત્તરાયણ. આ તહેવારમાં લોકો એકબીજાને મળી પતંગ ઉડાવીને આનંદ માંંણતા હોય છે. પરંતુ આ વર્ષે કોરોના મહામારીનાં કારણે થાબા પર ઓછા પ્રમાણમાં લોકો જોવા મળ્યા હતા. ખાસ કરીને અમદાવાદ શહેર કે જ્યા લોકો ઉત્તરાયણનાં દિવાના છે અહી પણ ખૂબ ઓછા પ્રમાણમાં પતંગો ઉડતા જોવા મળ્યા હતા.
કોરોના મહામારીની અસર રાજ્યમાં બધે જ જોવા મળી હતી. અમદાવાદ શહેરમાં પતંગ રસીયાઓ આ વર્ષે ખૂબ ઓછા પતંગ ઉડાડતા જોવા મળ્યા. જો કે પવનની ગતિ ગઇ કાલે પતંગ રસીઓનાં ફેવરમાં હતી. અને આજે પણ પતંગ રસીઓને પવનની ગતિને લઇને કોઇ તકલીફ રહેશે તેવુ લાગી રહ્યુ નથી. કારણ કે હવામાન વિભાગની આગાહી મુજબ આજે પણ પવન સારો રહેશે. કોરોના મહામારીનાં કારણે લોકો સોશિયલ ડિસ્ટન્સ અને માસ્કની લઇને અવેર દેખાઇ રહ્યા છે. શહેરમાં ઘણા લોકો એવા પણ છે કે જેઓ વિચારે છે કે આ વર્ષે કોરોના છે તો આટલુ વર્ષ સંભાળી લઇ કારણ કે જાન હૈ તો જહાન હૈ. જો સ્વાસ્થ્ય સારુ રહેશે કોરોનાથી બચીશું તો આવતા વર્ષે પણ ઉત્તરાયણનો તહેવાર મનાવી શકીશું.
જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ સાથે…
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…
