Gujarat/ લીંબડી ડીવીઝન પોલીસે ગેરકાયદેસર હથિયારનાં નેટવર્કનો પર્દાફાશ કર્યો 

રાજકોટ રેન્જ નાયબ પોલીસ મહાનિરીક્ષક સંદીપસિંહ, સુરેન્દ્રનગર જીલ્લા પોલીસ અધિક્ષક મહેન્દ્ર બગડીયા તરફથી ગેરકાયદેસર હથિયારોની લેવડ દેવડની અસામાજીક પ્રવુતિ અટકાવવા તથા…

Gujarat Others

@સચીન પીઠવા, મંતવ્ય ન્યૂઝ – સુરેન્દ્રનગર

રાજકોટ રેન્જ નાયબ પોલીસ મહાનિરીક્ષક સંદીપસિંહ, સુરેન્દ્રનગર જીલ્લા પોલીસ અધિક્ષક મહેન્દ્ર બગડીયા તરફથી ગેરકાયદેસર હથિયારોની લેવડ દેવડની અસામાજીક પ્રવુતિ અટકાવવા તથા ગેરકાયદેસર હથિયારો શોધી કાઢી કાયદેસર કાર્યવાહી કરવા મળેલ સુચના અન્વયે ના.પોલીસ અધિક્ષક સી.પી.મુંધવાના માર્ગદર્શન મુજબ નાની મોલડી પોલીસ મથકે આરોપી અમરશી કમાભાઇ જાદવને ઢોકળવા ગામની સીમમાંથી દેશી બનાવટની પિસ્તોલ સાથે ઝડપી લીધો હતો. અમરશી જાદવને પુછપરછમાં હથિયાર કયાંથી લાવેલ?કોની પાસે હથિયાર બનાવેલ? કોને કોને ગેરકાયદેસર હથિયારો વેચેલ છે?

તે બાબતે આગવી ઢબે યુકિતપ્રયુકિતથી પુછપરછ કરતા, તારાસિંગ હાકમસિંગ ચૌહાણ (સરદારજી) હાલ રહે.જસદણવાળો તાળા ચાવી બનાવી વેચવાનો ધંધો કરતો હોય અને ગામે ફેરી કરતો હોય જે દરમ્યાન કોઇ ઇસમને ગેરકાયદેસર હથિયાર લેવા હોય તેઓને નજીવી કિંમતમાં હથિયાર બનાવી આપવાની લાલચ આપી, તે ઇસમની વાડીએ રોકાઇને જાતેથી હથિયાર બનાવી આપતો હોવાનું તેમજ લીંબડી ડીવીઝન વિસ્તારમાં ગેરકાયદેસર હથિયારો વેચેલ હોવાનું કબુલેલ. મજકુર આરોપીએ જણાવેલ હકીકત આધારે જાણવા મળેલ નામવાળા ઇસમો બાબતે ખરાઇ કરી, તે તમામ ઇસમોની તપાસ કરાવી લીંબડી ડીવીઝનનાં પોલીસ સ્ટેશનનોની અલગ અલગ ટીમો બનાવી, એકબીજાનાં સંકલનમાં રહી તેઓની અટકાયત કરવા ચક્રો ગતિમાન કર્યા હતા.

પોલીસ સ્ટેશન તથા પકડાયેલ આરોપીઓ

(૧) નાની મોલડી પોલીસ મથક આરોપી અમરશી કમાભાઇ જાદવ ઉ.વ.૪૧ રહે.ઢોકળવા ગામની સાડવા સીમ તા.ચોટીલા સીંગલ બેરલ મઝલ લોડ દેશી હાથ બનાવટની બંદુક સાથે પકડી પાડેલ છે.

(૨) ચોટીલા પોલીસ મથકે આરોપી ભનુ સગરામભાઇ ખોરાણી જાતે-ત.કોળી રહે.ચીરોડા (ભા) તા.ચોટીલાવાળા પાસેથી દેશી હાથ બનાવટની મજલ લોડ બંદુક તથા દેશી હાથ બનાવટનાં તમંચા સાથે પકડી પાડેલ છે.

(૩) ચોટીલા પોલીસ મથકે આરોપી જેન્તી વજુભાઇ મેટાળીયા જાતે-ત.કોળી રહે.ખેરાણા તા.ચોટીલા પાસેથી દેશી હાથબનાવટનો સીગલ બેરલ તમંચો (કટ્ટુ) સાથે પકડી પાડેલ છે.

(૪) સાયલા પોલીસ મથકે આરોપી તારાસિંગ હાકમસિંગ ચૌહાણ જાતે-સરદારજી ધંધો-તાળા ચાવી બનવવાનો હાલ રહે.જસદણ લોયાનગર તા.જસદણ જી.રાજકોટ મુળ રહે.ભુખરારી તા.સાતા જી.મથુરા રાજય યુ.પી.વાળાને દેશી હાથ બનાવટનાં તમંચા સાથે પકડી પાડેલ છે.

(૫) સાયલા પોલીસ મથકે આરોપી નાગર ડુંગરભાઇ મેર જાતે-ત.કોળી રહે.લીંબાળા તા.સાયલા દેશી હાથ બનાવટનાં તમંચા સાથે પકડી પાડેલ છે.

(૬) ધજાળા પોલીસ સ્ટેશન આરોપી હરજી સગરામભાઇ મેણીયા જાતે-ત.કોળી રહે.ગરાંભડી તા.સાયલા દેશી હાથ બનાવટનાં  તમંચા સાથે પકડી પાડેલ છે.

(૭) ધજાળા પોલીસ સ્ટેશન આરોપી ચતુર ભીખાભાઇ મેર જાતે-ત.કોળી રહે.લીંબાળા તા.ચોટીલાવાળાને દેશી હાથ બનાવટનાં તમંચા સાથે પકડી પાડેલ છે.

(૮) ચુડા પોલીસ સ્ટેશન આરોપી વિજય લઘુભાઇ ખવડ જાતે-કાઠી દરબાર રહે.ગરાંભડી તા.સાયલા દેશી હાથ બનાવટનાં તમંચા સાથે પકડી પાડેલ છે.

(૯) નાની મોલડી પોલીસ સ્ટેશન આરોપી ભાભલુ વાસ્કુરભાઇ ખાચર રહે.ઢોકળવા, તા.ચોટીલાવાળાને અટક કરવાનો બાકી છે.

ડીવાયએસપી સ્કવોર્ડે ૧૦ હથિયારો સાથે ૮ શખ્સોને ઝડપી લીધા.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ

દેશ દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો