Not Set/ જામનગર : ધોરાજી હાઇવે પર કાર સાથે ટ્રકનો અકસ્માત થતા 5ના કરુણ મોત

જામનગરના હાઇવે પર એટલો કરુણ અકસ્માત થયો હતો કે 5 લોકોના મોત થઈ ગયા હતા. જામનગરના કાલાવાડ-ધોરાજી હાઇવે પર આ અકસ્માત સર્જાયો છે,આ અકસ્માત ઇકો કાર અને ટ્રક વચ્ચે ટક્કર થતા સર્જાયો હતો.અકસ્માતમાં અન્ય ત્રણ લોકો ગંભીર રીતે ઘવાયા છે જેમને તાત્કાલિક હોસ્પિટલ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. અકસ્માતમાં ઇકો કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. […]

Gujarat Others
murderrr જામનગર : ધોરાજી હાઇવે પર કાર સાથે ટ્રકનો અકસ્માત થતા 5ના કરુણ મોત

જામનગરના હાઇવે પર એટલો કરુણ અકસ્માત થયો હતો કે 5 લોકોના મોત થઈ ગયા હતા. જામનગરના કાલાવાડ-ધોરાજી હાઇવે પર આ અકસ્માત સર્જાયો છે,આ અકસ્માત ઇકો કાર અને ટ્રક વચ્ચે ટક્કર થતા સર્જાયો હતો.અકસ્માતમાં અન્ય ત્રણ લોકો ગંભીર રીતે ઘવાયા છે જેમને તાત્કાલિક હોસ્પિટલ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.

અકસ્માતમાં ઇકો કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. આ અકસ્માત ભાવાભી ખિજડીયા પાસે સર્જાયો હતો. અકસ્માતના પગલે હાઇવે પર ટ્રાફિક જામ સર્જાઇ ગયો હતો.

ઇજાગ્રસ્તોને સારવાર માટે જામકંડોરણા હોસ્પિટલ ખસેડાયા છે.ઘટનાસ્થળે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. લોકોએ  અકસ્માતની જાણકારી પોલીસને આપતા પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી અને 108ને જાણ કરી દેવામાં આવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.