Not Set/ મોડાસાની યુવતીનું મોત/ કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાની સાથે મધુસુદન મિસ્ત્રી પીડિત પરિવારની મુલાકાતે

મોડાસાની યુવતીના મોતનો મામલો ગરમાયો છે. અને ઠેર -ઠેર ન્યાયની માગ કરવામાં આવી રહી છે. ત્યારે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા આજે પીડિતાના પરિવારને મળવા મોડાસા પહોંચ્યા હતા. પીડિત પરિવાર સાથે મુલાકાત કરી પરિવારની વેદના સાંભળી હતી. અમિત ચાવડાની સાથે રાજ્ય સભાના સંસદ મધુસુદન મિસ્ત્રી પણ પીડિત પરિવારની મુલાકાત લીધી હતી,અને પરિવારજનોને સાંત્વના પાઠવી હતી. […]

Gujarat Others
મધુસુદન મીસ્ત્ર્ય મોડાસાની યુવતીનું મોત/ કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાની સાથે મધુસુદન મિસ્ત્રી પીડિત પરિવારની મુલાકાતે

મોડાસાની યુવતીના મોતનો મામલો ગરમાયો છે. અને ઠેર -ઠેર ન્યાયની માગ કરવામાં આવી રહી છે. ત્યારે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા આજે પીડિતાના પરિવારને મળવા મોડાસા પહોંચ્યા હતા. પીડિત પરિવાર સાથે મુલાકાત કરી પરિવારની વેદના સાંભળી હતી. અમિત ચાવડાની સાથે રાજ્ય સભાના સંસદ મધુસુદન મિસ્ત્રી પણ પીડિત પરિવારની મુલાકાત લીધી હતી,અને પરિવારજનોને સાંત્વના પાઠવી હતી.

મોડાસા ખાતે હાજર ગુજરાત પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, આ સરકારના રાજમાં અનેક બનાવો બને છે, આ અતિશરમજનક ઘટના કહેવાય. સરકારનો કોઈ વ્યક્તિ આ પરિવારના દુઃખમાં સહભાગી નથી થયો. એક વર્ષમાં સામુહિક દુષ્કર્મના બનાવો બન્યા એ અંગે સત્ર માં અમે મુદ્દો ઉઠાવ્યો હતો. પોલીસની બેદરકારી હોવાથી તે અધિકારીઓને તાત્કાલિક અસરથી છુટા કરવામાં આવે તેવી પ અમિત ચાવડાએ માંગ કરી હતી. પરેશ ધાનાણી અહીં આવ્યા હતા. પરતું પરિવારની મુલાકાતે ન આવ્યા તે બાબતે અમિત ચાવડા એ ગોળ ગોળ જવાબ આપ્યો હતો.

જયારે આ પ્રસંગે રાજ્ય સભાના સાંસદ મધુસુદન મિસ્ત્રીણે જણાવ્યું હતું કે, એસઆઈટી નીમવાની માંગ કરી હતી. રાજ્યસભામાં આ મુદ્દે રજુઆત કરવા અંગે પણ અવાજ ઉઠાવ્યો હતો. પોલીસની બેદરકારી નહિ ચલાવી લેવાય તો મુખયમંત્રી સંવેદનશીલ ઘટના હોવા છતાં કોઈ પગલા લેતા નથી જેવા આક્ષેપ પણ કર્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે… 

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.