Gujarat Election/ બીજા તબક્કાની આ બેઠકો પર આમ આદમી પાર્ટી સમીકરણો બગાડી શકે છે,જાણો

ગુજરાતમાં પહેલા તબક્કાની 89 બેઠકોની સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં યોજાયેલી ચૂંટણીમાં મતદારોએ દાખવેલી નિરસતા રાજકીય પક્ષો અને લોકશાહીની ઉદ્દાત ભાવના સામે ચિંતા ઉપજાવનારી છે

Gujarat Gujarat Assembly Election 2022
Equations

Equations :   ગુજરાતમાં પહેલા તબક્કાની 89 બેઠકોની સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં યોજાયેલી ચૂંટણીમાં મતદારોએ દાખવેલી નિરસતા રાજકીય પક્ષો અને લોકશાહીની ઉદ્દાત ભાવના સામે ચિંતા ઉપજાવનારી છે. કદાચ મતદારોના મનમાં એવી હતાશા ઉભી થઈ હશે કે ભાજપ આવે કે કોંગ્રેસ બધા સરખા જ છે ને? એવું મતદાર વિચારી રહ્યા છે. રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીમાં પ્રથમ તબક્કામાં થયેલું ઓછું મતદાન રાજકીય પક્ષોને ચિંતા કરાવનારૂ છે ત્યારે સોમવારે યોજાનાર બીજા તબક્કાની 93 બેઠકો પૈકીની 34 બેઠકો એવી છે કે જે ભાજપ કોંગ્રેસ માટે ચિંતા સમાન બની છે. અહીંયા આમ આદમી પાર્ટી સમીકરણો બદલી શકે છે.

નોંધનીય છે કે ભાજપ કોંગ્રેસ બંને માટે આ ચૂંટણી આસાન નથી. ભલે ભાજપ ગત ચૂંટણીમાં બીજા તબક્કાની 93 બેઠકો પૈકી 51 અને કોંગ્રેસને 39 બેઠકો મળી હોય પરંતુ એમાં ત્રીજા ભાગની બેઠકો એવી છે કે જ્યાં માંડ માંડ જીત મળી હતી. 34 બેઠકો એવી છે કે જ્યાં ભાજપ કોંગ્રેસને 10 હજાર કરતાં ઓછા માર્જીનથી જીત મળી હતી. જોકે પાતળી સરસાઇ મામલે ભાજપ કોંગ્રેસ બંનેની સ્થિતિ એક સમાન છે. ભાજપ અને કોંગ્રેસ બંનેનો 17 – 17 બેઠકો પર 10 હજાર કરતાં ઓછા માર્જીનથી વિજય થયો હતો. આ બેઠકો પર ફરીથી આ વખતે જીત મેળવવી બંને પક્ષો માટે ચિંતા કરાવે એવી સ્થિતિ છે.ભાજપની વાત કરીએ તો ગોધરા બેઠક પર માત્ર 258 મતની સરસાઇથી જીત મળી હતી. જ્યારે ધોળકા બેઠક પર 327 મત, વિજાપુર બેઠક પર 1164 મત, હિમંતનગર બેઠક પર 1712 મત અને ઉમેરઠ બેઠક પર 1883 મતની સરસાઇ મળી હતી.

ભાજપ આ બેઠકો પર આટલા માર્જિનથી જીતી હતી

ગોધરા    258
ધોળકા    327
વિજાપુર   1164
હિંમતનગર   1712
ઉમરેઠ      1883
ખંભાત      2318
માતર        2406
પ્રાંતિજ     2551
ફતેહપુરા    2711
ડભોઇ        2839
વિસનગર    2869
સંતરામપુર 6424
મહેસાણા    7136
સાણંદ         7721
કડી             7746
ચાણસ્મા     8234
કાંકરેજ      8588

ઉલ્લેખનીય છે કે જ્યારે કોંગ્રેસની વાત કરીએ તો માણસા બેઠક પર માત્ર 524 મતની સરસાઇથી જીત મળી હતી. જ્યારે દિયોદર બેઠક પર 972 મત, છોટાઉદેપુર 1093 અને મોડાસા બેઠક પર માત્ર 1640 મતની સરસાઇથી જીત મળી હતી.

માણસા       524
દિયોદર         972
છોટાઉદેપુર   1093
મોડાસા        1640
ધાનેરા         2093
સોજીત્રા       2388
જેતપુર         3052
બાપુનગર     3067
કરજણ        3564
ગાંધીનગર ઉત્તર 4774
આણંદ        5286
ધંધુકા       5920
વિરમગામ   6548
વાવ          6655
ઠાસરા       7028
બાયડ      7901
કલોલ      7965

ઉપરોકત બેઠક પરથી જાણી શકો છો કે આછો માર્જિની બેઠકો પર  ખરાખરીનો જંગ ખેલાશે આ વખતે આમ આદમી પાર્ટી આ બેઠક પર ગણિત બદલી શકે છે. ચૂંટણી અંગે દરેક સાચાર હવે મંતવ્ય લાઇવ ન્યુઝમાં જોવો આમાં વિંક આપેલ છે.

 

OPINION POLL/ ગુજરાત વિધાનસભાની આગામી ચૂંટણીમાં ભાજપ આટલી બેઠકો જીતશે! ઓપિનિયન પોલમાં આગાહી