Not Set/ એક માતાએ તેના બાળકોના પેટનો ખાડો ભરવા માટે કર્યું આવું કામ, લોકો પણ જોઇને ભાવુક થઇ ઉઠ્યા …

દેવાના બોજના કારણે પતિએ આત્મહત્યા કરીને જીવનમાંથી છૂટકારો મેળવ્યો, પરંતુ તેના ગયા પછી પરિવારના અન્ય સભ્યોનું જીવન દુષ્કર બની ગયું હતું. પતિના મૃત્યુ પછી, અન્ન ના એક એક દાન માટે મોહતાજ 31 વર્ષીય મહિલાએ તેના ત્રણ બાળકોનું પેટ ભરવા માટે પોતાના માથે મુંડન કરાવ્યું હતું. અને તેના વાળ ફક્ત 150 રૂપિયામાં વેચી નાખ્યા હતા. આ […]

India
modi 4 એક માતાએ તેના બાળકોના પેટનો ખાડો ભરવા માટે કર્યું આવું કામ, લોકો પણ જોઇને ભાવુક થઇ ઉઠ્યા ...

દેવાના બોજના કારણે પતિએ આત્મહત્યા કરીને જીવનમાંથી છૂટકારો મેળવ્યો, પરંતુ તેના ગયા પછી પરિવારના અન્ય સભ્યોનું જીવન દુષ્કર બની ગયું હતું. પતિના મૃત્યુ પછી, અન્ન ના એક એક દાન માટે મોહતાજ 31 વર્ષીય મહિલાએ તેના ત્રણ બાળકોનું પેટ ભરવા માટે પોતાના માથે મુંડન કરાવ્યું હતું. અને તેના વાળ ફક્ત 150 રૂપિયામાં વેચી નાખ્યા હતા. આ ઘટના તમિળનાડુના સાલેમની છે.

ઉલ્લેખનીય છે કે, આ ઘટના તમિલનાડુના મુખ્યમંત્રી પલાનીસામીના ગૃહ વિસ્તારની છે. આ ઘટના સોશ્યલ મીડિયા પર વાયરલ થયા પછી ઘણા લોકો આ મહિલાની મદદ માટે આગળ આવી રહ્યા છે. પ્રેમા અને તેના પતિ સેલ્વમ ઈંટ ભઠ્ઠાની ફેક્ટરીમાં કામ કરતાં હતા. સેલ્વમે પોતાનો વ્યવસાય શરૂ કરવા માટે કેટલાક લોકો પાસેથી 2.5 લાખ રૂપિયા ઉધાર લીધા હતા.

ધંધામાં નુકસાન થવાને લીધે, દેણદારો તેની પાછળ પડ્યા અને તેણે આ સમસ્યામાંથી છૂટકારો મેળવવા માટે આત્મહત્યા કરી. પતિના મોત બાદ પરિવારની જવાબદારી પ્રેમાના માથે આવી ગઈ હતી. પરિવારના સભ્યોએ તેમને થોડા દિવસો માટે મદદ કરી, પરંતુ આ કેટલા દિવસો સુધી ચાલશે.

પ્રેમા પાસે એટલા પૈસા પણ નહોતા કે તે એક દિવસ પણ પોતાના બાળકોને ખવડાવી શકે. તેને ક્યાંકથી માહિતી મળી હતી કે વાળ વેચવાથી પૈસા મળે છે અને તેણે વાળ વેચવાનું મન બનાવી લીધું અને પોતાના માથાના બધા જ વાળ માથે મુંડન કરાવી વેચી દીધા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે… 

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.