Not Set/ તેજ પ્રતાપ યાદવે ધારણ કર્યો શ્રી કૃષ્ણનો અવતાર, Tiktok પર વિડીયો વાયરલ

આજે લોકડાઉનમાં મોટાભાગનાં લોકો ટિકટોક પર પોતાની પ્રતિભા બતાવીને લોકોને મનોરંજન પૂરુ પાડતા જોવા મળી રહ્યા છે. ત્યારે બોલિવૂડ સ્ટારથી લઇને દિગ્ગજ ખેલાડીઓ પણ આ સમયે ટિકટોક પર પોતાના અલગ-અલગ વિડોયો શેર કરી રહ્યા છે. આ વચ્ચે હવે તેજ પ્રતાપ યાદવનો પણ એક વિડીયો ખૂબ વાયરલ થઇ રહ્યો છે. આજે લોકડાઉનમાં લોકપ્રિય વિડીયો પ્લેટફોર્મ ટિકટોક […]

India
6c2c1bfe1439399263e1a3012fcb59a8 તેજ પ્રતાપ યાદવે ધારણ કર્યો શ્રી કૃષ્ણનો અવતાર, Tiktok પર વિડીયો વાયરલ
6c2c1bfe1439399263e1a3012fcb59a8 તેજ પ્રતાપ યાદવે ધારણ કર્યો શ્રી કૃષ્ણનો અવતાર, Tiktok પર વિડીયો વાયરલ

આજે લોકડાઉનમાં મોટાભાગનાં લોકો ટિકટોક પર પોતાની પ્રતિભા બતાવીને લોકોને મનોરંજન પૂરુ પાડતા જોવા મળી રહ્યા છે. ત્યારે બોલિવૂડ સ્ટારથી લઇને દિગ્ગજ ખેલાડીઓ પણ આ સમયે ટિકટોક પર પોતાના અલગ-અલગ વિડોયો શેર કરી રહ્યા છે. આ વચ્ચે હવે તેજ પ્રતાપ યાદવનો પણ એક વિડીયો ખૂબ વાયરલ થઇ રહ્યો છે.

આજે લોકડાઉનમાં લોકપ્રિય વિડીયો પ્લેટફોર્મ ટિકટોક પર લોકો પોતાનો હાથ અજમાવી રહ્યા છે. તેજ પ્રતાપ યાદવ પણ હવે સતત ટિકટોક પર પોતાના વિડીયો શેર કરી રહ્યા છે. આ વખતે તે શ્રી કૃષ્ણનાં અવતારમાં દેખાયા છે. તેમના મસ્તક પર મોરનાં પીંછા સાથે તેઓ શ્લોક વાંચતા જોવા મળે છે. આ વિડીયો ટિકટોક પર ખૂબ વાયરલ થયો છે. વીડિયોમાં જોઇ શકાય છે કે તેજ પ્રતાપ યાદવે તેમના મસ્તક પર મોરનાં પીંછા મુક્યા છે અને શ્રી કૃષ્ણ બનીને શ્લોકા બોલતા જોઇ શકાય છે. તે યદા યદા હી ધર્મસ્ય શ્લોક પર લિપસિંગ કરતા જોવા મળે છે. અત્યાર સુધીમાં આ વિડીયોને ટિકટોક પર 5 લાખથી વધુ વ્યૂઝ મળી ચુક્યા છે. વળી, 63 હજારથી વધુ લાઈક્સ અને હજારોથી વધુ કોમેન્ટ્સ આવી ચુક્યા છે.

@tejpratapyadav19

##photomagic ##krishna ##radhakrishna ##shyam ##yadav ##lordkrishna Radhey Radhey ##foryoupage ##tiktok_india

♬ yada yada hi dharmasya – the_luckyraj

આપને જણાવી દઈએ કે, તેજપ્રતાપ યાદવ અગાઉ બિહારનાં આરોગ્ય પ્રધાન હતા. તેજ પ્રતાપ રાષ્ટ્રીય જનતા દળનાં સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવ અને રાબડી દેવીનાં મોટા પુત્ર છે. 2015 ની વિધાનસભાની ચૂંટણીનાં સોગંદનામા મુજબ, તેમણે બારમા ધોરણ સુધીનો અભ્યાસ કર્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.