દિવાળી/ PM મોદી કાશ્મીરના નૌશેરા સેક્ટર પહોંચ્યા, સૈનિકો સાથે દિવાળીની કરશે ઉજવણી

દર વર્ષની જેમ આ વખતે પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભારતીય સૈનિકો સાથે દિવાળી મનાવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી જમ્મુ-કાશ્મીરના રાજૌરી જિલ્લાના નૌશેરા સેક્ટર પહોંચ્યા છે

Top Stories India
cc 1 PM મોદી કાશ્મીરના નૌશેરા સેક્ટર પહોંચ્યા, સૈનિકો સાથે દિવાળીની કરશે ઉજવણી

આજે દિવાળી છે અને દર વર્ષની જેમ આ વખતે પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભારતીય સૈનિકો સાથે દિવાળી મનાવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી જમ્મુ-કાશ્મીરના રાજૌરી જિલ્લાના નૌશેરા સેક્ટર પહોંચ્યા છે, જ્યાં તેઓ આજે સૈનિકો સાથે દિવાળી મનાવી રહ્યા છે. પીએમ મોદી પહોંચતાની સાથે જ જવાનોને મળ્યા હતા. પીએમ મોદી એવા સમયે અહીં પહોંચ્યા છે જ્યારે પૂંચમાં આતંકવાદી ગતિવિધિઓ વધી છે. દરમિયાન, પીએમ મોદીએ દિવાળીના અવસર પર દેશવાસીઓને શુભેચ્છા પાઠવી હતી.

PM મોદીએ આજે ​​સવારે ટ્વીટ કર્યું, ‘દિપાવલીના શુભ અવસર પર દેશવાસીઓને હૃદયપૂર્વકની શુભેચ્છાઓ. હું ઈચ્છું છું કે પ્રકાશનો આ તહેવાર તમારા જીવનમાં સુખ, સમૃદ્ધિ અને સૌભાગ્ય લાવે. તમને દિવાળીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ.’ અહીં અધિકારીઓએ જણાવ્યું છે કે પીએમ મોદી આજે નૌશેરા પહોંચશે અને સૈનિકો સાથે દિવાળી મનાવશે. પીએમ મોદી 2019 પછી બીજી વખત રાજૌરીની મુલાકાતે છે. બે વર્ષ પહેલા પણ તેમણે અહીં સૈનિકો સાથે દિવાળી મનાવી હતી.

સૈનિકો સાથે દિવાળી મનાવવાની પીએમ મોદીની યોજના ચોક્કસપણે સૈનિકોનું મનોબળ વધારશે. ઉલ્લેખનીય છે કે, ઓક્ટોબરમાં દક્ષિણ પીર પંજાલમાં ભારતીય સેનાએ 11 સૈનિકો ગુમાવ્યા હતા. આ વિસ્તારમાં અચાનક આતંકવાદ વધી ગયો છે. કલમ 370 નાબૂદ થયાની બીજી વર્ષગાંઠના એક દિવસ પછી 6 ઓગસ્ટે આ વિસ્તારમાં એન્કાઉન્ટર થયું હતું.

વાસ્તવમાં, વડાપ્રધાન નરેન્દ્ર મોદી દર વર્ષે સૈનિકો સાથે દિવાળી ઉજવે છે અને આ માટે તેઓ દર વર્ષે વિવિધ સરહદી વિસ્તારોમાં સ્થિત ભારતીય સેનાના બેઝ કેમ્પમાં જાય છે. દિવાળીના દિવસે પીએમ મોદી સૈનિકો સાથે આ તહેવાર ઉજવે છે અને સમય વિતાવે છે.