Not Set/ બિહારમાં ગિરિરાજ સિંહને મુખ્યમંત્રી બનાવવાની ઉઠી માંગ

બેગૂસરાયથી ભાજપનાં સાંસદ ગિરિરાજ સિંહને બિહારનાં મુખ્યમંત્રી બનાવવાની માંગ ઉઠવા પામી છે. આ માંગ ભાજપનાં કાર્યકર્તાઓ અને ગિરિરાજનાં સમર્થકો દ્વારા કરવામાં આવી છે. ગિરિરાજનાં સમર્થકોએ એક સુરમાં નારા લગાવ્યા, આવતા મુખ્યમંત્રી કેવા હોય. ગિરિરાજ સિંહ જેવા હોય. ગિરિરાજ સિંહનાં સમર્થનમાં નારા ત્યારે લાગ્યા કે જ્યારે લોકસભાની ચૂંટણી જીત્યા બાદ પહેલીવાર તે પોતાના સંસદીય વિસ્તાર બેગૂસરાય […]

Top Stories India
giriraj singh files nomination papers 2add1ff4 670a 11e9 b8c7 d9ea8f4e8ad0 બિહારમાં ગિરિરાજ સિંહને મુખ્યમંત્રી બનાવવાની ઉઠી માંગ

બેગૂસરાયથી ભાજપનાં સાંસદ ગિરિરાજ સિંહને બિહારનાં મુખ્યમંત્રી બનાવવાની માંગ ઉઠવા પામી છે. આ માંગ ભાજપનાં કાર્યકર્તાઓ અને ગિરિરાજનાં સમર્થકો દ્વારા કરવામાં આવી છે. ગિરિરાજનાં સમર્થકોએ એક સુરમાં નારા લગાવ્યા, આવતા મુખ્યમંત્રી કેવા હોય. ગિરિરાજ સિંહ જેવા હોય. ગિરિરાજ સિંહનાં સમર્થનમાં નારા ત્યારે લાગ્યા કે જ્યારે લોકસભાની ચૂંટણી જીત્યા બાદ પહેલીવાર તે પોતાના સંસદીય વિસ્તાર બેગૂસરાય પહોચ્યા.

બિહારમાં મુખ્યમંત્રી પદે નીતીશ કુમાર છે, જેમની પાર્ટી જેડીયૂ હાલમાં ભાજપની સહયોગી પાર્ટી છે. ત્યારે અચાનક ઉઠી રહેલી આ માંગનું કારણ આવતા વર્ષે બિહારમાં થઇ રહેલી વિધાનસભાની ચૂંટણી હોઇ શકે છે. જો આ માંગને વધુ વેગ મળશે તો નીતીશ કુમાર માટે આવતા સમયમાં મોટી મુશ્કેલીઓનું આગમન થઇ શકે છે. આપને જણાવી દઇએ કે, મોદી સરકારનાં બીજા કાર્યકાળમાં એક જ મંત્રીપદ અપાતા નારાજ નીતીશ કુમારે મંત્રીમંડળમાં શામેલ થવાનો જ ઈનકાર કરી દીધો હતો. જોકે તેમણે કહ્યું હતું કે, તેમને કોઈ જ નારાજગી નથી. જેડીયૂ એનડીએમાં યથાવત રહેશે. સાથે જ તેમણે એમ પણ કહ્યું હતું કે, અમે બિહારમાં સાથે મળીને સરકાર ચલાવીએ છીએ અને 2020માં યોજાનારી વિધાનસભાની ચૂંટણીમાં કોઈ જ કસર બાકી નહીં રાખીએ.

થોડા સમય પહેલા ગિરિરાજ સિંહએ નીતીશ કુમાર, લોક જનશક્તિ પાર્ટી પ્રમુખ અને કેન્દ્રીય મંત્રી રામવિલાસ પાસવાન પર ઇફ્તાર પાર્ટીનો હિસ્સો બનવાને લઇને નિશાનો સાંધ્યો હતો. ગિરિરાજ સિંહે નિશાનો સાધતા ટ્વિટ કર્યુ હતુ જેમા તેમણે લખ્યુ હતુ કે, કેટલી સુંદર ફોટો હોત કે જ્યારે આટલા જ પ્રેમથી નવરાત્રીનાં ભોજનનું આયોજન કરવામાં આવતુ અને સુંદર ફોટો આવતી, પોતાના કર્મ,ધર્મમાં આપણે પાછળ કેમ ચાલ્યા જઇએ છીએ અને દેખાવમાં આગળ રહીએ છીએ. આ ટ્વિટ બાદ ગિરિરાજ સિંહને ગૃહ મંત્રી અમીત શાહે સમજી વિચારીને પ્રતિક્રિયા આપવાની સલાહ આપી હતી.

ગિરિરાજનાં આ નિવેદન બાદ, નીતીશકુમારએ તેનો પલટ જવાબ આપ્યો હતો. તેમણે નામ લીધા વિના ગિરિરાજ સિંહનાં નિવેદનની આલોચના કરી અને કહ્યું કે કેટલાક લોકોની આદત છે અને તેઓ આવા નિવેદનો આપીને હંમેશા સમાચારમાં રહેવા માંગે છે. નીતીશ કુમારે કહ્યું કે, સમાજમાં એકબીજા સામે ખોટા શબ્દોનો ઉપયોગ કરતા આપણે બચવુ જોઇએ. જો કોઈ આ પ્રકારનું બોલે છે, તો તે અધાર્મિક છે.