એક્શન/ જામનગર તંત્રની તસ્દીઅ : શહેરની જર્જરીત ઈમારતોને પાઠવી નોટીસ

વર્ષોથી જુની ઈમારતોમાં રહેતા ભાડુતો અને મકાનમાલિકો સાથેના વિવાદના કારણે સમયસર રીપેરીંગ ના થતા ઈમારત જર્જરીત બનતી હોય છે. કોણ રીપેર કરાવે તે અંગે પણ વિવાદ હોય તેથી કેટલીક ઈમારતો વર્ષો સુધી રીપેર થઈ શકી નથી.

Top Stories Others
જામનગર

જામનગરમાં અનેક ઇમારતો જૂની છે. તેમાંથી કેટલીક બિલ્ડીંગો તો ખૂબ જ જર્જરીત હાલતમાં છે અને ખંડેર જેવી બની ગઈ છે. આ ઇમારતો થોડા પવનથી પણ પડી શકે છે અને મોટી દુર્ઘટના ઘટી શકે છે. આથી જામનગર મહાનગર પાલિકા  દ્રારા દર વર્ષે ઈમારતોનું સર્વે કરવામાં આવે છે. બાદ વખતો વખત નોટીસ આપવામાં આવે છે. તાજેતરમાં પણ મનપા દ્વારા શહેરની 100 જેટલી ઈમારતોને નોટીસ પાઠવવામાં આવી છે.

જામનગર મહાનગર પાલિકા દ્વારા જર્જરીત ઈમારતના માલિકોને નોટીસો ફટકારવામા આવી છે. હાલ અનેક ઈમારતો મકાન માલિક અને ભાડુઆતના વિવાદમાં ઈમારતો જેમ ની તેમ છે. વર્ષોથી જુની ઈમારતોમાં રહેતા ભાડુતો અને મકાનમાલિકો સાથેના વિવાદના કારણે સમયસર રીપેરીંગ ના થતા ઈમારત જર્જરીત બનતી હોય છે. કોણ રીપેર કરાવે તે અંગે પણ વિવાદ હોય તેથી કેટલીક ઈમારતો વર્ષો સુધી રીપેર થઈ શકી નથી. માત્ર ગત વર્ષની ઈમારતોના માલિકોને માત્ર એક નોટીસ આપીને તંત્ર સંતોષ માની લીધો હતો. પરંતુ તે બાદ કોઈ પગલા લેવાતા નથી. વિપક્ષના નેતા આનંદ રાઠોડે માંગ કરી છે કે, આ વર્ષે માત્ર નોટીસ નહિ પરંતુ આસામીઓ દ્રારા જર્જરીત ઈમારત મુદે યોગ્ય કામગીરી થાય.

મહાનગર પાલિકાની ટીપીઓ શાખા દ્રારા આ માટે ખાસ 5 ટીમ તૈયાર કરવામાં આવી છે. જેના 12 સભ્યો દ્રારા કુલ 16 વોર્ડમાં સર્વે કરવામાં આવ્યો. સર્વેમાં શહેરમાં કુલ 136 ઈમારતો જર્જીરીત હોવાનુ સામે આવ્યું છે. જેમાં સૌથી વધુ જર્જરિત 100 ઈમારતોને નોટિસ આપવામાં આવી છે. મહાનગર પાલિકા ભયજનક ઈમારતોનો સર્વે તો કરે છે.,પરંતુ ત્યાર બાદ કોઈ કાર્યવાહી ન થતા ભયજનક ઈમારતો પડવા વાંકે ઉભી છે. આવી ઈમારતો રીપેરીંગ થાય અથવા તેને પાડવામા આવે તે જરૂરી છે. મહાનગર પાલિકા દ્રારા સર્વે બાદ નોટીસ આપીને સંતોષ માનવામા આવે છે, પરંતુ બાદ કોઈ કાર્યવાહી કરવામા આવતી નથી. તેમજ આવી ઈમારતોના કારણે કોઈ અકસ્માત કે જાનહાની થાય તો જવાબદારી કોની? કોઈ ઘટના બને બાદ તંત્ર દોડધામ કરે તે પહેલા ભયજનક ઈમારતો માટે યોગ્ય પગલા લે તે જરૂરી છે. શહેરમાં અનેક જુની અને જોખમી 136 જેટલી ઈમારતો છે, કેટલીક ઈમારતો જર્જરીત હાલતમાં જોવા મળે છે. જે પડે તો અકસ્માત થઈ શકે છે. કોઈ દુર્ધટના બને તે પહેલા તંત્ર પગલા લે તેવી માંગ ઉઠી છે. ત્યારે મનપાએ પણ લોકોને આવી જર્જરીત બિલ્ડીંગ અંગે જાણ કરવા અપીલ કરી છે.

આ પણ વાંચો : પ્રિયંકા ગાંધીના પતિ રોબર્ટ વાડ્રાની કંપનીનું લાઇસન્સ રદ