Political/ PM મોદી બ્રિક્સ સમ્મેલનની કરશે અધ્યક્ષતા, અફઘાનિસ્તાનને લઇને ચર્ચાની સંભાવનાઓ

વિદેશ મંત્રાલય દ્વારા કહેવામાં આવ્યું છે કે આ બીજી વખત છે જ્યારે વડાપ્રધાન મોદી બ્રિક્સ સમિટની અધ્યક્ષતા કરશે. 2016 માં ગોવામાં પ્રથમ બ્રિક્સ સમિટ યોજાઈ હતી

Top Stories India
11 1 PM મોદી બ્રિક્સ સમ્મેલનની કરશે અધ્યક્ષતા, અફઘાનિસ્તાનને લઇને ચર્ચાની સંભાવનાઓ

વિશ્વનાં પાંચ મોટા દેશો બ્રાઝિલ, રશિયા, ભારત, ચીન અને દક્ષિણ આફ્રિકાનાં સંગઠન બ્રિક્સની શિખર બેઠક આજે એટલે કે ગુરુવારે (9 સપ્ટેમ્બર) યોજાવા જઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી વર્ચ્યુઅલ રીતે યોજાનારી આ બેઠકની અધ્યક્ષતા કરશે.

આ પણ વાંચો – અફઘાનિસ્તાન / આતંકવાદને લઈને તાલિબાનમાં સંપૂર્ણ વિશ્વાસ નથી અમે રાખીશુ તેમની પર નજરઃઅમેરીક વિદેશ મંત્રી

ભારત આ વર્ષે બ્રિક્સનું અધ્યક્ષ છે. રશિયાનાં રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન, દક્ષિણ આફ્રિકાનાં રાષ્ટ્રપતિ સિરિલ રામાફોસા અને બ્રાઝિલનાં રાષ્ટ્રપતિ જાયર બોલ્સોનારો પણ સમિટમાં ભાગ લેશે. ભારતે ચાર અગ્રતા ક્ષેત્રો પર ભાર મૂક્યો છે, જેમાં બહુપક્ષીય પ્રણાલીમાં સુધારો, આતંકવાદ વિરોધી પગલા, સતત વિકાસ લક્ષ્યો હાંસલ કરવા માટે ડિજિટલ અને તકનીકી સાધનોનો ઉપયોગ કરવો અને લોકો વચ્ચેનાં સંચારમાં વધારો કરવો. આ સાથે, નેતાઓ કોવિડ-19 મહામારીની અસર અને અન્ય વૈશ્વિક અને પ્રાદેશિક મુદ્દાઓ પર વિચાર શેર કરશે. અફઘાનિસ્તાન મુદ્દો પણ બેઠકમાં પ્રભુત્વ ધરાવે તેવી શક્યતા છે. ભારત પ્રયત્ન કરશે કે સમિટ પછી બહાર પાડવામાં આવેલા સંયુક્ત નિવેદનમાં પાકિસ્તાન સમર્થિત આતંકવાદી સંગઠનો લશ્કર-એ-તૈયબા અને જૈશ-એ-મોહમ્મદનો સ્પષ્ટ ઉલ્લેખ થાય. વિદેશ મંત્રાલય દ્વારા કહેવામાં આવ્યું છે કે આ બીજી વખત છે જ્યારે વડાપ્રધાન મોદી બ્રિક્સ સમિટની અધ્યક્ષતા કરશે. 2016 માં ગોવામાં પ્રથમ બ્રિક્સ સમિટ યોજાઈ હતી, જેની અધ્યક્ષતા વડાપ્રધાન મોદીએ કરી હતી.

આ પણ વાંચો – અફઘાનિસ્તાનની નવી સરકાર / તાલિબાને નવી સરકારની કરી જાહેરાત, મુલ્લા હસન અખુંદ અફઘાનિસ્તાનના નવા વડાપ્રધાન બન્યા

આ વખતની બેઠક માટે ભારતે ચાર ખાસ મુદ્દાઓને પ્રાથમિકતા તરીકે લેવાની ઓફર કરી હતી. આ મુદ્દાઓ છે યુનાઇટેડ નેશન્સ, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન જેવી બહુપક્ષીય પ્રણાલીઓમાં પરિવર્તન, આતંકવાદ સામે વધુ કડક પગલા લેવા, યુનાઇટેડ નેશન્સ હેઠળ નિર્ધારિત સહસ્ત્રાબ્દિ લક્ષ્યો હાંસલ કરવા માટે ટેકનોલોજીનો ઉપયોગ અને લોકો વચ્ચેનાં સમાધાન માટે વધુ તક આપવી. બેઠકમાં કોરોનાનો મુદ્દો પણ ઉઠશે.