Disa/ જીરેનિયમથી જલસા..!! આવો જાણીએ શું છે આ નવી જાતની ખેતી…

જીરેનિયમની ખેતી પંજાબ, હરિયાણા, મહારાષ્ટ્ર, તામિલનાડુ, હિમાચલ પ્રદેશ જેવા રાજ્યોમાં કરવામાં આવે છે. ડીસા તાલુકામાં આવેલ ભોયણ ગામના ફક્ત 30 વર્ષનાં શ્રીકાંતભાઇ પંચાલે સાથી મિત્રની પ્રેરણાથી વર્ષ-2019 માં માત્ર 2 વીઘા જમીનમાં કુલ 10,000 રોપાનું વાવેતર કર્યું હતું

Top Stories Gujarat Others
KEVADIYA SAFARI પાર્ક 17 જીરેનિયમથી જલસા..!! આવો જાણીએ શું છે આ નવી જાતની ખેતી...

@પ્રકાશ ત્રિવેદી, ડીસા

ગુજરાતનાં ખેડૂતો ખેતીમાં કઈક અલગ કરી બતાવવાની ઇચ્છા ધરાવતાં હોય છે. હાલમાં પણ આવા જ એક સફળ યુવાન ખેડૂતની કહાની સામે આવી રહી છે. ડીસા તાલુકામાં આવેલ ભોયણ ગામના યુવાન ખેડૂતે ખુબ ઓછી જમીન તેમજ ખુબ ઓછા પાણીમાં વધારે ઉપજ આપતી અને ગુજરાતમાં સૌપ્રથમવખત જીરેનિયમની ખેતી કરીને આવક મેળવવાની અનોખી સિધ્ધિ હાંસલ કરી બતાવી છે.

  • જીરેનિયમની ખેતીથી ખેડૂતને પડી ગયા જલસા
  • સાત વિઘા ખેતરમાં જીરેનિયમની ખેતી

જીરેનિયમની ખેતી.. કદાચ નામ સાંભળતા જ મગજમાં સવાલ થશે કે આ તે વળી કેવો પાક…. આ ખેતીથી શું ફાયદો થાય છે..? એ તે વળી કેવી રીતે ઉગાડી શકાય…??  જોકે અમે તમને જણાવી દઇએ કે આ ખેતીમાં જો સફળતા મળી તો ખેડૂતોને જલસા પડી જાય છે. ડિસાના ભોયણ ગામના યુવાને જીરેનિયમની ખેતી કરવાની હિંમત દાખવી અને આજે શ્રીકાંતભાઈ પંચાલ  નામનો યુવાન  સાત વિઘા જમીનમાં જીરેનિયમ ઓઇલની ખેતી કરીને લાખોની કમાણી કરી નાખી છે.

Green Natural Geranium Plants For Planting, Rs 10 /plant Shubham Geranium Farm | ID: 22266447388

  • કેવી રીતે થાય છે જીરેનિયમની ખેતી ?
  • જીરેનિયમના પાકથી કેવી રીતે થાય છે ફાયદો ?
  • શ્રીકાંતે 10 લાખના રોકાણથી 7 વિઘામાં કરી વાવણી

જીરેનિયમની ખેતી પંજાબ, હરિયાણા, મહારાષ્ટ્ર, તામિલનાડુ, હિમાચલ પ્રદેશ જેવા રાજ્યોમાં કરવામાં આવે છે. ડીસા તાલુકામાં આવેલ ભોયણ ગામના ફક્ત 30 વર્ષનાં શ્રીકાંતભાઇ પંચાલે ગ્રેજયુએટ સુધીનો અભ્યાસ કર્યો છે તેમજ હાલમાં ધંધાર્થે મુંબઈમાં ફેબ્રીકેશનનો વર્કશોપ ધરાવે છે. સાથી મિત્રની પ્રેરણાથી વર્ષ-2019 માં માત્ર 2 વીઘા જમીનમાં કુલ 10,000 રોપાનું વાવેતર કર્યું હતું. ચાલુ વર્ષ દરમિયાન લોકડાઉનમાં સમય મળતાંની સાથે જ રોપા તૈયાર કરીને વધારે કુલ 40,000 જીરેનિયમના છોડનું વાવેતર કરવામાં આવ્યું છે. વાવેતરના 3 મહિના જેટલાં સમયગાળામાં જ ઉત્પાદનની શરૂઆત થઇ જાય છે. જીરેનિયમનો ઉપયોગ કોસ્મેટિક, સુગંધીત તથા ઔષધીની બનાવટમાં કરવામાં આવે છે. જીરેનિયમ તેલનું વેચાણ મુંબઇની કંપનીને માત્ર 14,000 રૂપિયા લીટરના ભાવે કરવામાં આવે છે. ડીસાના કે વી કે ના ડો.યોગેશભાઈ પવાર ના માર્ગદર્શન પછી યોગેશભાઇએ આ ખેતી શરૂ કરી છે.

New Technology Will Reduce The Cost Of Geranium Farming, Production Will Be Increased – NewsinHeadlines

7 વીઘામાં પાકનું વાવેતર કર્યું છે તેમજ ડીસ્ટિલેશન યુનિટ પણ ઉભું કર્યું છે. જેની મારફતે દ્વારા જીરેનિયમનું તેલ કાઢી શકાય છે. આ પાકની દર 3 થી 4 મહીને કાપણી કરવામાં આવે છે. ત્યારપછી એમાંથી તેલ કાઢવામાં આવે છે. અત્યાર સુધી માત્ર 2 વીઘા જમીનમાંથી કુલ 4.50 લાખ રૂપિયાની આવક મેળવી છે. ભારતમાં દર વર્ષે જીરેનિયમના કુલ 300 ટન તેલની માંગ રહેલી છે.

Geranium Cultivation Information Guide | Agri Farming

રાજ્યની સબસિડી પણ થાય છે મદદરૂપ

કેન્દ્ર સરકાર દ્વારા જીરેનિયમની ખેતીને “એરોમા મિશન” અંતર્ગત આવરી લેવામાં આવી છે કે, જેથી આ ખેતીના વાવેતર, ઉત્પાદન તેમજ પ્રોસેસિંગ પ્લાન્ટ ઉભો કરવા માટે પણ સરકાર સબસીડી આપીને મદદરૂપ બની રહી છે. શ્રીકાંતભાઇને રાજ્ય સરકાર તરફથી અઢી લાખ જેવી સબસિડી પણ પ્રાપ્ત થઇ છે.

Covid-19 / યુકેથી અમદાવાદ આવેલી ફ્લાઇટમાં ચાર પેસેન્જરનો કોરોના રિપોર્ટ…

Jamnagar / ડીસ્ટ્રીક્ટ કો ઓપરેટીવ બેંકની ચુંટણીમાં ધારાસભ્ય રાઘવજી પટેલ…

Gujarat / અખિલ ભારતીય સર્વદલીય ગૌરક્ષા મહાભિયાન સમિતિમાં પ્રવિણ રામની …

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…