Rajkot News: લોકસભાની ચૂંટણી આવતા પૂર્વે ભાજપના ઉમેદવાર અને કેન્દ્રીય મંત્રી પરશોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ અંગે આપેલા વિવાદિત નિવેદન પર કોંગ્રેસે આકરા પ્રહાર કર્યા હતા. તેમને ક્ષત્રિય સમાજ પર વિવાદિત ટીપ્પણી કરી હતી. વિવાદ વધતા કેન્દ્રીય મંત્રી પરશોત્તમ રૂપાલાએ માફી માંગી દિલગીરી વ્યક્ત કરી છે.
સોશિયલ મીડિયા પર પરશોત્તમ રૂપાલાનો વીડિયો વાયરલ થતાં ક્ષત્રિય સમાજમાં રોષ જોવા મળ્યો હતો. SC સમુદાયના કાર્યક્રમમાં રૂપાલાએ રજવાડાના ઈતિહાસ ખબર ના હોય તો બોલવું નહીં, આઝાદી માટે તમામ રજવાડાઓ એક થયા હતા. જેવું નિવેદન આપતા ક્ષત્રિય સમાજમાં રોષ ફાટી નીકળ્યો હતો.
કેન્દ્રીય મંત્રીએ માફી માગતા કહ્યું કે મારો ઉદ્દેશ્ય વિધર્મીઓના જુલ્મ અંગે વાત કરવાનો હતો. જેના સાથે રાજવી અને ક્ષત્રિય સમાજને નીચા દેખાડવાનો ઉદ્દેશ નહોતો.
આ પણ વાંચોઃ IPL 2024/IPLની 17મી સીઝન છે ખાસ, સ્ટોપ લોક-એક ઓવરમાં બે બાઉન્સર સહિત નિયમો બદલાયા
આ પણ વાંચોઃ sports news/IPL 2024ની શરૂઆત પહેલા આ ટીમનું ટેન્શન થયું ડબલ, ઓસ્ટ્રેલિયાના ખેલાડીએ રમવાનો કર્યો ઇનકાર
આ પણ વાંચોઃ IPL/ચિદંબરમ સ્ટેડિયમની પીચ કઈ ટીમને પ્રથમ મેચ જીતાડશે….