Foundation Day of Indian Army/ ભારતીય સેનાનો આજે સ્થાપના દિવસ, બેંગલુરુમાં પહેલીવાર ઉજવાઇ રહ્યો છે

આજે   75મો ભારતીય સેના દિવસ છે.  પ્રથમ વખત રાજધાની દિલ્હીની બહાર બેંગલુરુમાં સેના દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે

Top Stories India
Foundation Day of Indian Army

  Foundation Day of Indian Army    આજે   75મો ભારતીય સેના દિવસ છે.  પ્રથમ વખત રાજધાની દિલ્હીની બહાર બેંગલુરુમાં સેના દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. રવિવારે બેંગલુરુમાં મદ્રાસ એન્જિનિયરિંગ ગ્રુપ (MEG) સેન્ટરમાં આર્મી ચીફ જનરલ મનોજ પાંડેની હાજરીમાં એક ખાસ પરેડનું આયોજન કરવામાં આવ્યું છે. આ દરમિયાન જનરલ પાંડે સૈનિકોને સંબોધિત કરશે અને બહાદુર સૈનિકોનું સન્માન પણ કરશે. આ દરમિયાન એરફોર્સનો ફ્લાય પાસ્ટ પણ કરવામાં આવશે અને ડ્રોન ઓપરેશન્સ દર્શાવવામાં આવશે. આ ખાસ પરેડ સવારે 9 વાગ્યે શરૂ થશે.

ઇતિહાસ

દર વર્ષે 15 જાન્યુઆરીને ભારતમાં ભારતીય સેના દિવસ (Foundation Day of Indian Army) તરીકે ઉજવવામાં આવે છે. આ વખતે દેશવાસીઓ 75મો ભારતીય સેના દિવસ ઉજવશે. આ દિવસ  ભારતના પ્રથમ આર્મી ચીફ ફીલ્ડ માર્શલ કોડેન્ડેરા મડપ્પા કરિઅપ્પા (કે એમ કરિયપ્પા) ના સન્માનમાં ઉજવવામાં આવે છે. 15 જાન્યુઆરીએ જ કેએમ કરિઅપ્પાએ આર્મી ચીફ તરીકેનો કાર્યભાર સંભાળ્યો હતો. તેમને વર્ષ 1949માં છેલ્લા બ્રિટિશ આર્મી ચીફ જનરલ ફ્રાન્સિસ બુચર પાસેથી કમાન્ડ મળી હતી. સ્વતંત્ર ભારતના પ્રથમ આર્મી ચીફ કેએમ કરિયપ્પાને પ્રેમથી ‘રક્ષક’ કહેવામાં આવતું હતું. તેમનો જન્મ 28 જાન્યુઆરી 1900ના રોજ કર્ણાટકમાં થયો હતો. કરિઅપ્પાએ 1947ના ભારત-પાકિસ્તાન યુદ્ધનું નેતૃત્વ કર્યું હતું. નિવૃત્તિ બાદ તેમને 1986માં ફિલ્ડ માર્શલનો હોદ્દો આપવામાં આવ્યો હતો. આ સિવાય બીજા વિશ્વયુદ્ધમાં બર્મામાં જાપાનીઓને હરાવવા બદલ તેમને ઓર્ડર ઓફ ધ બ્રિટિશ એમ્પાયર પણ એનાયત કરવામાં આવ્યો હતો.

ઉલ્લેખનીય છે કે દર વર્ષે 15 જાન્યુઆરીએ સમગ્ર દેશ સરહદોની રક્ષા કરનારા બહાદુર જવાનોને (Foundation Day of Indian Army) તેમની બહાદુરી માટે સલામ કરે છે. આર્મી હેડક્વાર્ટરમાં મોટી ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે. દિલ્હી કેન્ટોનમેન્ટ કેએમ કરિયપ્પા પરેડ ગ્રાઉન્ડ ખાતે પરેડનું આયોજન કરવામાં આવ્યું છે. ભારતીય સેના પ્રમુખે પરેડની સલામી લીધી. ગ્લોબલ ફાયર પાવર ઈન્ડેક્સ 2017 અનુસાર ભારતીય સેના વિશ્વની ચોથી સૌથી મજબૂત સેના છે. આ દરમિયાન સેનાની તાકાતના નમૂના રજૂ કરવામાં આવ્યા છે. આ વર્ષે પ્રથમ વખત રાજધાની દિલ્હીની બહાર આર્મી ડેનું આયોજન કરવામાં આવી રહ્યું છે. સલામી ટુકડી અને માર્ચિંગ બેન્ડની સાથે મોટરસાઈકલ ડિસ્પ્લે, પેરા મોટર અને કોમ્બેટ ફ્રી ફોલનું પણ આયોજન કરવામાં આવશે. આ સાથે આ વર્ષે બહાદુર જવાનોને વીરતા મેડલ પણ આપવામાં આવશે.

Cold in Gujarat/ગુજરાતમાં ઠંડીનું જોર યથાવત,પાંચ જિલ્લામાં 10 ડિગ્રીથી ઓછું તાપમાન