ભાવનગર જિલ્લામાં ફરી વાર રખડતા પશુઓનો ત્રાસ સામે આવ્યો . જેમાં ભાવનગર જિલ્લાના શાંતિ નગર ગામે રખડતા પશુના આતંકથી વૃદ્ધને ગંભીર ઇજાઓ પહોંચી હતી . આ વૃદ્ધનું નામ વલ્લભભાઈ ગેંગડીયા નામના હતું . જેમાં આ વૃદ્ધને ઇજા પહોંચતા તેમનો પુત્ર સારવાર માટે મોટા ખુટવડા સરકારી હોસ્પિટલમાં લઇ ગયો હતો.
જો કે સમગ્ર બાબતે હોસ્પિટલમાં સ્ટાફના અભાવે અને મોટા ખુટવડા સરકારી હોસ્પિટલના ડોક્ટરો હાજર સ્થળ પર હાજર ન હતા . જેથી ઇજાગ્રસ્ત વલ્લભભાઈ નામના વૃદ્ધને મહુવા ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા . જેમાં મોટા ખુટવડા સરકારી હોસ્પિટલના ડોક્ટરોની ઘોર બેદરકારીના કારણે દર્દી ને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા . આમ ગ્રામ્ય વિસ્તારના લોકો હવે તંત્ર પર સવાલો ઉઠાવી રહ્યા છે. અને આ બાબતે નક્કર કાર્યવાહીની માંગ કરી રહ્યા છે .
ભાવનગરમાં અગાઉ પણ રખડતાં ઢોર અને ખૂટીયાએ રાહદારીઓને અડફેટે લેવાની ઘટના બની છે. અને અનેક લોકો આવી ઘટનામાં પોતાનો જીવ ગુમાવી ચૂક્યા છે.