ગુજરાત/ રાજયમાં આવતા અઠવાડિયાથી ઠંડીનો ચમકારો વધશે, દિવાળી સુધીમાં જામશે શિયાળો

રાજ્યના સ્થાનિક હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં લગભગ તમામ સ્થળો પર હવામાન સાફ રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

Gujarat Others
Untitled 329 રાજયમાં આવતા અઠવાડિયાથી ઠંડીનો ચમકારો વધશે, દિવાળી સુધીમાં જામશે શિયાળો

રાજ્યમાંથી ચોમાસાએ વિદાય લીધા બાદ હવે વહેલી સવારે તથા સાંજ પડતા ઠંડા પવનો વહેવાની શરુઆત થઈ ગઈ છે.   રાજયમાં આગામી અઠવાડિયાથી ઠંડીના ચમકારામાં વધારો થવાનો છે. નવા અઠવાડિયાની શરુઆત સાથે ઠંડીનો સામાન્ય ચમકારો અનુભવાશે, જે પછી ધીમે-ધીમે ગુલાબી ઠંડીની શરુઆત થશે.

આ પણ વાંચો ;કોરોના / રશિયામાં કોરોના વિસ્ફોટ એક જ દિવસમાં કોરોનાથી 1 હજારનાં મોત

રાજ્યના સ્થાનિક હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં લગભગ તમામ સ્થળો પર હવામાન સાફ રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. જોકે, દાહોદ તથા મહિસાગરમાં હળવો વરસાદ થવાની સંભાવના છે. આગામી અઠવાડિયાની મધ્ય સુધીમાં મહત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થવાની આગાહી નથી. જ્યારે આગામી 24 કલાકમાં લઘુતમ તાપમાનમાં 2-3 ડિગ્રીનો ઘટાડો થવાની આગાહી વ્યક્ત કરાઈ છે.

આ પણ વાંચો ;Tips / ચહેરાના આ ઓપન પોર્સની સમસ્યામાંથી મેળવો 7 જ દિવસમાં છુટકારો

છલા વર્ષે હુંફાળો શિયાળો રહ્યા બાદ આ વર્ષે કડકડતી ઠંડી પડશે અને શિયાળો ગુલાબી ઠંડી સાથે પોતાનો રંગ બતાવશે તેમ માનવામાં આવી રહ્યું છે. આ વર્ષે પાછોતરા વરસાદમાં રાજ્યના મોટાભાગના નાના-મોટા જળાજશયોમાં પાણીની સારી આવક થઈ છે ત્યારે શિયાળુ પાકમાં પણ ખેડૂતોને પાણીની તકલીફ નહીં પડે તેવી સંભાવના દેખાઈ રહી છે.

આ પણ વાંચો ;ધાર્મિક / આ મંત્રોના જાપનું છે ઘણું મહત્વ, શક્તિશાળી મંત્રના જાપથી મળે છે તુરંત લાભ