દરેક વ્યક્તિને પોતાના ચહેરાની સુંદરતા યથાવત રાખવાની તમન્ના હોય છે. જેને પૂરી કરવા માટે લોકો વિવિધ પ્રકારના કોસ્મેટિક્સનો ઉપયોગ કરતા હોય છે. તો ચહેરા સાથે સંકળાયેલી અમુક એવી સમસ્યાઓ પણ હોય છે જે તમને ખૂબ પરેશાન કરતી હોય છે. જેમાં ચહેરાના રોમછિદ્રો પણ સમાવેશ થાય છે. જો તમે પણ આ સમસ્યાનો સામનો કરી રહ્યા હોય તો આર્ટીકલ તમને ખૂબ મદદરૂપ થશે.
ઓપન પોર્સ દૂર કરવાના ઉપાયો :
1) એલોવેરા જેલ :
સૌથી પહેલાં ચહેરાને પાણીથી સાફ કરી ટોવેલથી લૂછી નાંખો. પછી ઓપન પોર્સની જગ્યાએ એલોવેરા જેલ લગાવીને થોડા સમય સુધી તેને હળવે હાથેથી મસાજ કરો. 15 મિનિટ સુધી ચહેરા પર જ રહેવા દો. પછી ઠંડા પાણીથી ચહેરો ધોઈ લો.

2) પપૈયા;
આ માટે સૌથી પહેલા પાકેલાં પપૈયાના ત્રણથી ચાર ટુકડા લેવા. તેને સારી રીતે મિક્સરમાં પીસી લો. પછી તેને ચહેરા ઉપર લગાવીને 20 મિનિટ પછી ચહેરો સાફ કરી લેવો. આ પ્રક્રિયા એકાંતરે કરી શકાય છે.

3) બેકીંગ સોડા :
બે ચમચી બેકિંગ સોડા ને બે ચમચી હૂંફાળાં પાણી મેળવીને પેસ્ટ બનાવી લો. આ પેસ્ટનથી રોમ છિદ્રો પર 30 મિનિટ સુધી સર્કુલર મોશનમાં મસાજ કરવી. જે પછી ઠંડા પાણીથી ધોઈ લેવું આ રીત ત્રણ-ચાર દિવસે એક વખત કરી શકાય છે.

