Not Set/ શું તમારા શરીરમાં છે 10 આ લક્ષણો, જો હા તો હોય શકે છે પથરી…

અમદાવાદ કિડની સ્ટોન લોકોમાં ઝડપથી વધી રહ્યુ છે અને આ એક સામાન્ય સમસ્યા બનતી જાય છે. જોકે, આના કેટલાક પ્રારંભિક ચેતવણી સંકેત હોય છે જેને સમય મુજબ ઓળખીને આનાથી બચી શકાય છે. આ બીમારી મૂત્રતંત્રનો એક રોગ છે, જેમાં કિડનીની અંદર નાના-નાના પથ્થર(સ્ટોન) જેવા કડક ટુકડા બની જાય છે, જેને આપણે પથરીનો દુઃખાવા તરીકે પણ […]

Health & Fitness Lifestyle

અમદાવાદ

કિડની સ્ટોન લોકોમાં ઝડપથી વધી રહ્યુ છે અને આ એક સામાન્ય સમસ્યા બનતી જાય છે. જોકે, આના કેટલાક પ્રારંભિક ચેતવણી સંકેત હોય છે જેને સમય મુજબ ઓળખીને આનાથી બચી શકાય છે. આ બીમારી મૂત્રતંત્રનો એક રોગ છે, જેમાં કિડનીની અંદર નાના-નાના પથ્થર(સ્ટોન) જેવા કડક ટુકડા બની જાય છે, જેને આપણે પથરીનો દુઃખાવા તરીકે પણ ઓળખી શકીએ છીએ. યોગ્ય માત્રામાં પાણી ન પીવુ અને ખાવા-પીવામાં ધ્યાન ન રાખવાથી  આપણે આ મુશ્કેલીમાં ફસાઈ શકીએ છીએ.

પેટના નીચેના ભાગે અચાનક દુઃખાવો ઉપડવાની સાથે સાથે પેશાબ જતીવેળા બળતરા થવી એ કિડનીમાં પથરીનો સંકેત હોઈ શકે છે. લાંબા સમય સુધી પથરીની સારવાર જો ન કરવામાં આવે તો કિડની પર ગંભીર અસર થઈ શકે છે. સાથે જ કેન્સરની આશંકા પણ વધી જતી હોય છે. નીચે દર્શાવેલ 10 લક્ષણો જો શરીરમાં હોય છે તો આ ચેતવણીઓને નજરઅંદાજ ન કરવી જાઈએ કારણકે હોઈ શકે છે કે કિડનીમાં પથરી હોવાના કારણે આવુ થઈ રહ્યુ છે.

  • કમરવાળા ભાગમાં વધુ દુઃખાવો ઉપડવો
  • પેટના નીચેના ભાગમાં વધુ દુઃખાવો ઉપડવો
  • પીઠ અને પાંસળીઓમાં દુઃખાવો થવો
  • વોમિટિંગ થવી અને દુઃખાવો થવો
  • બેચેનીનો અનુભવ
  • પેશાબ કરતીવેળા બળતરા થવી
  • પેશાબ કરતીવેળા લોહી નિકળવુ
  • પેશાબમાં તકલીફ
  • તાવ આવવો અને ઠંડી લાગવી
  • અન્ય કેટલાક લક્ષણો