Not Set/ ED આકરા પાણીએ, પી.સી, રતુલ પછી “રાજ” નિશાના પર, MNSને શાંતી જાળવવા આપી ચેતવણી

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ હાલ આકરા પાણીએ જોવામાં આવી રહ્યા છે. છેલ્લા બે દિવસમાં ED દ્વારા સપાટો બોલાવી દેવામાં આવ્યો છે. પહેલા કમલનાથનાં ભાણેજ રતુલ પુરી, પછી પૂર્વ કોંગ્રેસ સરકારનાં નાંણામંત્રી પી. ચિદમ્બરમ અને હાવે મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાનાં સુપ્રિમો રાજ ઠાકરે EDનાં નિશાના પર છે. ED દ્વારા રાજ ઠાકરેને IL & FS પેમેન્ટ ડિફોલ્ટ કટોકટી મામલે ED […]

Top Stories India
raj ed ED આકરા પાણીએ, પી.સી, રતુલ પછી "રાજ" નિશાના પર, MNSને શાંતી જાળવવા આપી ચેતવણી

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ હાલ આકરા પાણીએ જોવામાં આવી રહ્યા છે. છેલ્લા બે દિવસમાં ED દ્વારા સપાટો બોલાવી દેવામાં આવ્યો છે. પહેલા કમલનાથનાં ભાણેજ રતુલ પુરી, પછી પૂર્વ કોંગ્રેસ સરકારનાં નાંણામંત્રી પી. ચિદમ્બરમ અને હાવે મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાનાં સુપ્રિમો રાજ ઠાકરે EDનાં નિશાના પર છે. ED દ્વારા રાજ ઠાકરેને IL & FS પેમેન્ટ ડિફોલ્ટ કટોકટી મામલે ED સામે હાજર થવાનું ફરમાન કરવામાં આવ્યું છે.

ed2 ED આકરા પાણીએ, પી.સી, રતુલ પછી "રાજ" નિશાના પર, MNSને શાંતી જાળવવા આપી ચેતવણી

મહારાષ્ટ્રમાં MNSનું વલણ અને કાર્ય પદ્ધતિ જોતા ED – એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા રાજ ઠાકરેને આવતી કાલે આપાયેલા હાજર હો ના ફરમાનનાં પગલે, મુંબઇ પોલીસે સીઆરપીસી કલમ 149 હેઠળ મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાનાં નેતાઓ અને સભ્યોને નોટિસ ફટકારી છે અને ચેતવણી આપી છે કે જો કાયદો અને વ્યવસ્થાનું ઉલ્લંઘન કરવામાં આવશે, તો કડક કાર્યવાહી કરવામાં આવશે.

raj thakare.jpg1 ED આકરા પાણીએ, પી.સી, રતુલ પછી "રાજ" નિશાના પર, MNSને શાંતી જાળવવા આપી ચેતવણી

આ મામલે શિવસેનાનાં સુપ્રિમો ઉદ્ધવ ઠાકરેને પૂછવામાં આવતા તેઓએ જણાવ્યું હતું કે, આ મામલામાં તપાસમાં કંઈ બહાર આવશે નહીં. આમ આગામી દિવસોમાં મુંબઇમાં ED દ્વારા લેવામાં આવેલા આ આકરા પગલાને કારણે મુંબઇમાં ભારેલો આગ્ની જેવી સ્થિતિ જોવામાં આવી રહી છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.