New Delhi/ અજીત ડોભાલની સુરક્ષામાં ચૂક મામલે મોટી કાર્યવાહી, સરકારે ત્રણ કમાન્ડોને હટાવ્યા

રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) અજીત ડોભાલની સુરક્ષામાં ક્ષતિના મામલામાં મોટી કાર્યવાહી કરતા કેન્દ્ર સરકારે ત્રણ કમાન્ડોને હટાવ્યા છે.

Top Stories India
Ajit

રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) અજીત ડોભાલની સુરક્ષામાં ક્ષતિના મામલામાં મોટી કાર્યવાહી કરતા કેન્દ્ર સરકારે ત્રણ કમાન્ડોને હટાવ્યા છે. આ વર્ષે ફેબ્રુઆરીમાં, અજિત ડોભાલની સુરક્ષાનો ભંગ થયો હતો જ્યારે કારમાં એક અજાણ્યા વ્યક્તિએ તેમના દિલ્હીના નિવાસસ્થાનમાં પ્રવેશવાનો પ્રયાસ કર્યો હતો. તે સમયે પોલીસે શખ્સને કસ્ટડીમાં લીધો હતો.

સૂત્રોને ટાંકીને જણાવ્યું હતું કે ડોભાલની વીઆઈપી સુરક્ષા સાથે જોડાયેલા ડેપ્યુટી ઈન્સ્પેક્ટર જનરલ (ડીઆઈજી) અને કમાન્ડન્ટની બદલી કરવામાં આવી છે. અજીત ડોભાલના હાઈ-સિક્યોરિટી હાઉસમાં પ્રવેશવાનો પ્રયાસ કરનાર વ્યક્તિ લાલ રંગની SUVમાં સવાર હતો. કારને સમયસર અટકાવવામાં આવી હતી અને એનએસએ ડોભાલના ઘરની રક્ષા કરતા સેન્ટ્રલ ઈન્ડસ્ટ્રીયલ સિક્યોરિટી ફોર્સ (CISF)ના જવાનોએ તે વ્યક્તિને પકડી લીધો હતો.

શરીરમાં ચિપ હોવાનો દાવો કર્યો હતો

સૂત્રોના જણાવ્યા અનુસાર, પોલીસ પૂછપરછ દરમિયાન શાંતનુ રેડ્ડી નામના વ્યક્તિએ દાવો કર્યો હતો કે તેના શરીરમાં ચિપ છે અને તેને બહારથી નિયંત્રિત કરવામાં આવી રહી છે. જો કે, એમઆરઆઈ સ્કેનમાં તેના શરીરમાં કોઈ ચિપ મળી નથી.

બેંગ્લોરની વ્યક્તિ

અધિકારીઓએ જણાવ્યું હતું કે આ વ્યક્તિ બેંગલુરુનો રહેવાસી હતો અને માનસિક રીતે અસ્વસ્થ હતો. તેણે નોઈડાથી કાર ભાડે કરી હતી. અજીત ડોભાલને કેન્દ્ર સરકાર તરફથી Z પ્લસ સુરક્ષા મળી છે. જ્યારે ઘટના બની ત્યારે ડોભાલ તેમના નિવાસસ્થાને હાજર હતા.

આ પણ વાંચો:ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેનને મોટી રાહત, સુપ્રીમ કોર્ટે HCની સુનાવણી પર રોક લગાવી