Political/ સોવિયત સંઘની જેમ ભારતનાં પણ થઇ જશે ટુકડે-ટુકડા : સંજય રાઉત

શિવસેનાનાં સાંસદ સંજય રાઉતે શનિવારે યુપીએ સુપ્રીમો તરીકે શરદ પવારનાં નામે શિગુફા છોડ્યા બાદ રવિવારે ભાજપનાં નેતૃત્વ હેઠળની કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું હતું…

India
zzas 188 સોવિયત સંઘની જેમ ભારતનાં પણ થઇ જશે ટુકડે-ટુકડા : સંજય રાઉત

શિવસેનાનાં સાંસદ સંજય રાઉતે શનિવારે યુપીએ સુપ્રીમો તરીકે શરદ પવારનાં નામે શિગુફા છોડ્યા બાદ રવિવારે ભાજપનાં નેતૃત્વ હેઠળની કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું હતું અને કહ્યું હતું કે ટૂંક સમયમાં ભારતનાં પણ આ જ રીતે ટુકડા-ટુકડા થઈ જશે જેવા સોવિયત યુનિયનનાં થયા હતા. શિવસેનાનાં મુખપત્ર સામનામાં સંજય રાઉતે લખ્યું છે કે, કેન્દ્ર અને રાજ્ય સરકારો વચ્ચેનાં સંબંધો બગડી રહ્યા છે અને ટૂંક સમયમાં આપણા દેશનાં રાજ્યો પણ સોવિયત સંઘની જેમ તૂટી જશે.

संजय राउत ने UPA का दायरा बढ़ाने का किया आह्वान, बोले- विपक्ष को केंद्र के  'तानाशाही रवैये' के खिलाफ होना चाहिए एकजुट

રવિવારે છપાયેલી સંપાદકીયમાં રાઉતે સુપ્રીમ કોર્ટની ટીકા પણ કરી છે અને લખ્યું છે કે ઘણા કેસોમાં સુપ્રીમ કોર્ટ તેની ફરજ ભૂલી ગયા છે. સંજય રાઉતે લખ્યું છે કે, ‘જો કેન્દ્ર સરકારને તે ખ્યાલ નથી થતો કે આ રાજનીતિક ફાયદા માટે લોકોને નુકસાન પહોંચાડી રહી છે, તો તે દિવસ દૂર નથી જ્યારે આપણા દેશનાં રાજ્યો પણ સોવિયત સંઘની જેમ વિખેરાઈ જશે. વર્ષ 2020 ને કેન્દ્ર સરકારની કાર્યક્ષમતા અને વિશ્વસનીયતા પર પ્રશ્નાર્થ ચિહ્ન તરીકે જોવું જોઈએ.

संजय राऊत यांचा काँग्रेसवर हल्ला मरतुकडा विरोधी पक्ष ओसाड गावची पाटीलकी -  Maharashtra Today

રાઉતે લખ્યું છે કે, ‘ભાજપનાં નેતા કૈલાસ વિજયવર્ગીયએ એક સનસનાટીભર્યો ખુલાસો કર્યો હતો કે, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મધ્યપ્રદેશની કમલનાથ સરકારને પાડવા સખત મહેનત કરી હતી.’ સંજયે લખ્યું છે કે વડા પ્રધાન કોઈ રાજ્યની સરકારને પછાડવામાં રસ લઈ રહ્યા છે. વડા પ્રધાન દેશનાં હોય છે. દેશ એક સંઘ તરીકે ઉભો છે. જે રાજ્યોમાં ભાજપની સરકાર નથી તે પણ રાષ્ટ્રીય હિતની વાત કરે છે. આ ભાવનાની હત્યા કરવામાં આવી રહી છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો