Not Set/ એવુ તે શું થયુ કે રિક્ષા લઇને ડ્રાઇવર હોસ્પિટલનાં પાંચમાં માળે ચઢી ગયો?

મધ્યપ્રદેશનાં છિંદવાડાની એક હોસ્પિટલમાં જે બન્યું તે જોઈને બધા દંગ રહી ગયા હતા. જણાવી દઇએ કે, છિંદવાડાની એક હોસ્પિટલમાં એક વિચિત્ર ઘટના બની હતી.

India
11 372 એવુ તે શું થયુ કે રિક્ષા લઇને ડ્રાઇવર હોસ્પિટલનાં પાંચમાં માળે ચઢી ગયો?

મધ્યપ્રદેશનાં છિંદવાડાની એક હોસ્પિટલમાં જે બન્યું તે જોઈને બધા દંગ રહી ગયા હતા. જણાવી દઇએ કે, છિંદવાડાની એક હોસ્પિટલમાં એક વિચિત્ર ઘટના બની હતી. હોસ્પિટલનાં સામાનથી ભરાયેલી એક રિક્ષા અચાનક હોસ્પિટલનાં પાંચમા માળે ચઢી ગઇ હતી. દર્દીઓ અને તેમના પરિવારો વચ્ચે રેમ્પ સીડીથી રિક્ષા પાંચમાં માળે પહોંચી ત્યારે હોસ્પિટલનાં કર્મચારીઓ ચોંકી ગયા હતા.

દુર્ઘટના / ગુરૂગામમાં ભારે વરસાદના લીધે ત્રણ માળની બિલ્ડિંગ ધરાશાયી એકનું મોત,આઠ લોકો દબાયા હોવાની આશંકા

આપને જણાવી દઇએ કે, જ્યારે હોસ્પિટલમાં રિક્ષાનો જોરથી આવી રહેલો અવાજ અને દર્દીઓ અને તેમના પરિવારજનોની હાલાકી સાંભળીને અધિકારીઓ પણ દોડી આવ્યા હતા અને જોયું કે સારવાર માટે જરૂરી ચીજોથી ભરેલી રિક્ષા તેમની સામે ઉભી હતી. શરૂઆતમાં આ સમગ્ર ઘટના વિશે કોઈને કંઇ સમજાયું નહીં, તે પછી જ્યારે ઓટો ડ્રાઈવર સાથે વાત કરવામાં આવી ત્યારે સમગ્ર મામલો જાણમાં આવ્યો હતો. ઓટો ડ્રાઇવરે જણાવ્યું કે, તે ઘણા સમય પહેલા હોસ્પિટલની વસ્તુઓ લઈને આવ્યો હતો. ગ્રાઉન્ડ ફ્લોર પર, જ્યારે હોસ્પિટલનાં સ્ટાફે ઓટોમાંથી સામાન ઉતાર્યો નહીં, ત્યારે ડ્રાઇવર ગુસ્સે થઈ ગયો હતો. આ ગુસ્સામાં તે પોતાનો ઓટો લઈને પાંચમાં માળે ચઢતો રહ્યો.

અવ્યવસ્થા ? /  સરકારી કેન્દ્રોમાં લોકો રસી લેવા ધક્કા ખાધા કરે, જયારે રસી વેચીને ખાનગી હોસ્પિટલોએ કરોડોનો નફો રળ્યો

નોંધનીય છે કે સામાનથી ભરેલો ઓટો રેમ્પ દ્વારા પાંચમાં માળે પહોંચ્યો હતો, પરંતુ તે રસ્તામાં આવતા કોઈ પણ સુરક્ષા કર્મચારીઓએ તેને રોકવાની આવશ્યકતા પણ ન સમજી. હવે સામાન લઈ જતા હોસ્પિટલનાં પાંચમા માળે પહોંચવાની તપાસ કરવામાં આવી રહી છે. હોસ્પિટલમાં લગાવેલા સીસીટીવી કેમેરાનાં ફૂટેજનાં આધારે ઓટો આટલી ઉંચાઈએ કેવી પહોંચ્યુ તે અંગે તપાસ કરવામાં આવી રહી છે.