Not Set/ ગાયનાં પેટમાંથી નીકળ્યું 21 કિલો પ્લાસ્ટિક, ડોક્ટર્સ પણ ચોંકી ગયા

કર્ણાટકનાં ચિક્કમગલુરુ જિલ્લાનાં કદુર તાલુકામાં એક પ્રાણીનાં તબીબે ગુરુવારે સર્જરી કરતી વખતે એક ગાયનાં પેટમાંથી 21 કિલો પ્લાસ્ટિક કાઠ્યું હતું.

Ajab Gajab News
11 369 ગાયનાં પેટમાંથી નીકળ્યું 21 કિલો પ્લાસ્ટિક, ડોક્ટર્સ પણ ચોંકી ગયા

કર્ણાટકનાં ચિક્કમગલુરુ જિલ્લાનાં કદુર તાલુકામાં એક પ્રાણીનાં તબીબે ગુરુવારે સર્જરી કરતી વખતે એક ગાયનાં પેટમાંથી 21 કિલો પ્લાસ્ટિક કાઠ્યું હતું. ગાય લાંબા સમયથી તેના રૂમેનમાં એટલી મોટી માત્રામાં પ્લાસ્ટિક એકઠુ કર્યુ હતુ.

11 370 ગાયનાં પેટમાંથી નીકળ્યું 21 કિલો પ્લાસ્ટિક, ડોક્ટર્સ પણ ચોંકી ગયા

વિચિત્ર બીમારી / કળિયુગના કુંભકર્ણ આ વ્યક્તિ, વર્ષમાં ૩૦૦ દિવસની કરે છે ઊંઘ,બીમારીના કારણે ધંધો ઠપ્પ

આપને જણાવી દઈએ કે, રૂમેનને જુગાલી કરનારનું પ્રથમ પેટ કહેવામાં આવે છે. 3 થી 4 વર્ષની ઉંમરે, ગાયને સૂજન, નબળાઇ અને પોષણનો અભાવ થવાનું શરૂ થયું હતુ, કારણ કે તેની પાચક શક્તિ ઓછી થઈ ગઈ હતી. ડોક્ટરે 4 કલાકની સફળ સર્જરી પછી સરકારી વેટરનરી હોસ્પિટલમાં ગાયનાં શરીરમાંથી 21 કિલો પ્લાસ્ટિક કાઠી નાખ્યું છે. વેટરનરી ઓફિસર ડો.બી.ઈ.અરુણે કહ્યું છે કે, જ્યારે કોઈ ગાય પ્લાસ્ટિક ખાય છે, ત્યારે તે તેને પાચન કરી શકતી નથી અને આગળ તે મોકલી શકતી નથી, જેના કારણે તે આજીવન તેના પેટમાં એકઠુ થયા કરે છે. રૂમેનમાં તાપમાન વધે છે અને પ્લાસ્ટિક શરીરની અંદર ઓગળવા લાગે છે. આને કારણે અન્ય ખોરાકને પચાવવાની જગ્યા મળતી નથી. આ કારણ છે કે લોહીને જરૂરી પોષક તત્વ ફરી ખાવાથી મળતુ નથી. સર્જરી દરમ્યાન ગાયને ઉભી રાખવામાં આવી હતી અને તેને સ્થાનિક એનેસ્થીસિયા આપવામાં આવ્યું હતું. ડોક્ટરે કહ્યું કે, ગાય હવે સ્વસ્થ છે, તેને આગામી પાંચ દિવસ સુધી એન્ટિબાયોટિક્સ આપવામાં આવશે. આ સાથે ગાયને દુઃખાવો ઘટાડવા માટેની દવાઓ પણ આપવામાં આવી છે.

11 371 ગાયનાં પેટમાંથી નીકળ્યું 21 કિલો પ્લાસ્ટિક, ડોક્ટર્સ પણ ચોંકી ગયા

વિચિત્ર ઘટના / ચાલતી બસમાં બેઠેલા વ્યક્તિએ અચાનક મુસાફરોને કૂતરાની જેમ કરડવાનું શરૂ કરતા મચી ગઇ અફડાતફડી

અરુણે છેલ્લા એક વર્ષમાં આવા 10-15 કેસનો ઉપચાર કર્યો છે. તેમણે કહ્યું કે, આવી સ્થિતિ અન્ય કોઈ પ્રાણીની ન બને તે માટે પ્લાસ્ટિકનો ઓછામાં ઓછો ઉપયોગ થવો જરૂરી છે. જ્યારે પણ તમે ખોરાક ફેંકી દો છો અથવા પ્રાણીઓને ખવડાવો છો, ત્યારે તેને પ્લાસ્ટિકનાં કવરમાં ન રાખો. બને ત્યાં સુધી પ્લાસ્ટિકનો ઉપયોગ કરવાનું ટાળો, જેથી શાંત પ્રાણીઓ આવી સ્થિતિમાં જતા બચાવી શકે.