રાધનપુર/ ST બસમાં ડ્રાઇવરને આવ્યો હાર્ટ એટેક, છતાં મુસાફરોને બચાવ્યા પણ ન બચાવી શક્યો પોતાના પ્રાણ

રાધનપુર, સોમનાથ ST ડ્રાઇવર ભારમલભાઈ આહીરનુ હાર્ટ એેટેક આવવાને કારણે મોત નીપજ્યુ છે. નોંધનીય છે કે, છેલ્લા ઘણાં સમયથી રાજ્યમાં નાની ઉંમરમાં રમતાં રમતાં હાર્ટ એટેક આવી જવાના કિસ્સા સામે આવી રહ્યા છે.

Top Stories Gujarat Others
ST ડ્રાઇવર

છેલ્લા થોડા દિવસોથી યુવાનોમાં હાર્ટ એટેકનં પ્રમાણ ચિંતાજનક રીતે વધી રહ્યું છે. છેલ્લા બે મહિનામાં ક્રિકેટ કે અન્ય રમત રમતી વખતે આવેલા હાર્ટ એટેકથી આઠથી દસ લોકોના મોત થયા છે.ત્યારે આવામાં પાટણના રાધનપુર એસટી કર્મીને ચાલુ ફરજ દરમિયાન એટેક આવતા મોત નીપજ્યું છે. રાધનપુર, સોમનાથ ST ડ્રાઇવર ભારમલભાઈ આહીરનુ હાર્ટ એેટેક આવવાને કારણે મોત નીપજ્યુ છે. નોંધનીય છે કે, છેલ્લા ઘણાં સમયથી રાજ્યમાં નાની ઉંમરમાં રમતાં રમતાં હાર્ટ એટેક આવી જવાના કિસ્સા સામે આવી રહ્યા છે.

આ અંગે મળતી માહિતી અનુસાર,ધનપુર ST ડેપોમાં ડ્રાઈવર તરીકે ફરજ બજાવતા ભારમલભાઈ આહીર આજે સોમનાથથી રાધનપુર જવા બસ લઈને નીકળ્યા હતા. રાધનપુરથી માત્ર 1 કિલોમીટર દૂર પહોંચ્યા બાદ તેમને છાતીમાં દુઃખાવો ઉપડ્યો હતો. જેથી તેઓ બસને પરત રાધનપુર ડેપોમાં લાવ્યા હતા. જે બાદ તેમને સહકર્મચારીઓ સારવાર માટે હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા. હોસ્પિટલ ખાતે ફરજ પર હાજર તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. ડોક્ટરે તેમના મૃત્યુ પાછળનું કારણ હાર્ટ એટેક જણાવ્યું હતું.

ડ્રાઇવરે પોતાના મોત પહેલા બસ પરત ડેપોમાં લાવી મુસાફરોના જીવ બચાવ્યા હતા. ભારમલભાઈ આહીરના મૃત્યુની જાણ પરિવારને થતાં પરિવારમાં શોકની લાગણી છવાઈ છે. તો સહકર્મીઓમાં પણ દુઃખની લાગણી વ્યાપી ગઈ છે.

આ પહેલા થોડા દિવસ પહેલા જ બોટાદના પી.એસ.આઈ.નું પણ હાર્ટ એટેકના કારણે મોત નીપજ્યુ હતુ. પ્રવીણભાઈ એસ.આસોડા બોટાદ ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હતા. મોડી રાત્રે એટેક આવતા થયું મોત થયું હતું. પી.એસ.આઈ.ના મોતને લઈ પોલીસ બેડામાં શોકનું મોજું ફરી વળ્યું છે.

આ પણ વાંચો:યુપીનો માફિયા અતીક અહેમદ બન્યો કેદી નંબર 17052, જેલમાં મારશે ઝાડું, મળશે 25 રૂપિયા

આ પણ વાંચો:સુરતમાં 50 લાખના MD ડ્રગ્સ સાથે મહિલાની ધરપકડ, પતિ પણ છે જેલમાં બંધ

આ પણ વાંચો:કૃષ્ણની નગરી દ્વારકામાં મેગા ડિમોલિશન, જમીન પર કબજો કરીને ગજવા-એ-હિંદ બનાવવાની હતી યોજના?

આ પણ વાંચો:‘મોદી સરનેમ’ કેસમાં સજા સામે સુરત કોર્ટ પહોંચશે રાહુલ ગાંધી, ભાજપે કર્યો આવો કટાક્ષ

આ પણ વાંચો:કોર્ટમાં જશે રાહુલ ગાંધી, આવતીકાલે તેઓ સુરત આવીને નિર્ણયને પડકારી શકે છે