થાનગઢ/ માતૃત્વ લજવાયું, 6 માસના બાળકને ત્યજી દીધેલી હાલતમાં મળ્યું

થાનગઢમાં ગઈકાલ રાત્રી દરમિયાન મસ્જિદ પાસે નાના બાળકનો રડવાનો અવાજ આવતા આજુબાજુ માં રહેતા લોકો દ્વારા તપાસ કરતા આવેલ દુકાન પરના ઓટલા નીચેથી ચાર માસનું બાળક મળી આવ્યું હતું

Gujarat Others

@કેતન પરમાર

થાનગઢમાં રાત્રી દરમિયાન ચાર માસનું બાળક મળી આવ્યું અને પોલીસને જાણ કરતા ગણતરીના કલાકોમાં માતા પિતા સાથે ભેટો કરાવ્યો બાળકના માતા પિતા રાજકોટના હોવાનું બહાર આવ્યું જેની રાજકોટ પોલીસ મથકે ગુમ થયાની ફરિયાદ નોંધાય હતી તેના આધારે માતા પિતા મળી આવ્યા.

થાનગઢમાં ગઈકાલ રાત્રી દરમિયાન મસ્જિદ પાસે નાના બાળકનો રડવાનો અવાજ આવતા આજુબાજુ માં રહેતા લોકો દ્વારા તપાસ કરતા આવેલ દુકાન પરના ઓટલા નીચેથી ચાર માસનું બાળક મળી આવ્યું હતું જેની સથનિક લોકો દ્વારા પોલીસને જાણ કરી હતી અને ત્યાર બાદ આ બાળક ને સરકારી હોસ્પિટલ ખાતે લઇ જવા માં આવ્યું હતું અને આજ રોજ આ સમાચાર વાયુ વેગે પર્શરતા રાજકોટ પોલીસ દ્વારા થાન માં જાણ કરવા માં આવી હતી કે આ બાળક ની બે દિવસ પહેલા ગુમશુદા થયા હોવા ની ફરિયાદ નોધાયેલ છે.

જેની તેના માતા પિતાને જાણ કરતા  પોલીસ અને બાળકના માતા પિતા થાનગઢ ખાતે આવી પહોંચ્યા હતા અને બાળકને જોઈને માતા પિતાએ રાહતનો શ્વાસ લીધો હતો તેમની સાથે વાત કરતા જાણવા મળ્યું હતું કે રાત્રે  રાજકોટ પુલ નીચે સૂતા હતા તે દરમિયાન બાળક મે કોઈ ઉઠાવી ગયેલ હતું જેની અમ રાજકોટ પોલીસ મથકે જાણ કરી હતી જયારે મશજીદના સી.સી. ટી.વી. કેમેરામાં કોઈ અજાણ્યા સક્ષ અહી મૂકીને જતાં રહ્યાં તેવું જોવા મળ્યું હતું આ બાબતે થાનગઢ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે જયારે બાળક માં માતા પિતા એ થાનગઢ માં લોકો તેમજ પોલીસ ને આભાર વ્યક્ત કર્યો હતો.


આ પણ વાંચો:સુરતના આ વિસ્તારમાં ગણેશ વિસર્જન દરમિયાન મોટી દુર્ઘટના, 5 વર્ષના બાળકનું

આ પણ વાંચો:ભાદરવી પૂનમના મેળામાં ઉમટ્યા લાખો માઈભક્તો, ચીકીના પ્રસાદને નકાર્યો

આ પણ વાંચો:સુરતમાં સરકારી અનાજના કાળા બજારીનો પર્દાફાશ

આ પણ વાંચો:દિનેશ દાસાની UPSCના સભ્ય તરીકે વરણી, PM મોદીનો માન્યો આભાર