Not Set/ વોડાફોન PBL 4: સમીર વર્મા અવિજયી રહેતાં મુંબઈ રોકેટ્સ સેમિફાઇનલ માટે ક્વોલિફાય

અમદાવાદ, સમીર વર્માએ પાંચ મેચોમાં અવિજયી રહેતા મુંબઈ રોકેટ્સે વોડાપોન પ્રિમિયર બેડમિન્ટન લિગની સિઝન 4માં ચેન્નાઈ સ્મેશર્સને શનિવારે ટ્રાન્સ સ્ટેડિયાના અરેના ખાતે 5-0થી હરાવીને સેમિપાયનલમાં પ્રવેશ કરી લીધો છે. મુંબઈએ શરૂઆતથી જ દબદબો મેળવી લીધો હતો. તેમણે તેની પ્રથમ બે મેચ આંદ્રેશ એન્ટોનસેન અને તેમની મિક્સ ડબલ્સની જોડી પાઈ બર્નાડેથ અને કીમ જી જુંગે વિજય […]

Top Stories Trending Sports
Sameer continues his fine run in Vodafone PBL4 વોડાફોન PBL 4: સમીર વર્મા અવિજયી રહેતાં મુંબઈ રોકેટ્સ સેમિફાઇનલ માટે ક્વોલિફાય

અમદાવાદ,

સમીર વર્માએ પાંચ મેચોમાં અવિજયી રહેતા મુંબઈ રોકેટ્સે વોડાપોન પ્રિમિયર બેડમિન્ટન લિગની સિઝન 4માં ચેન્નાઈ સ્મેશર્સને શનિવારે ટ્રાન્સ સ્ટેડિયાના અરેના ખાતે 5-0થી હરાવીને સેમિપાયનલમાં પ્રવેશ કરી લીધો છે.

મુંબઈએ શરૂઆતથી જ દબદબો મેળવી લીધો હતો. તેમણે તેની પ્રથમ બે મેચ આંદ્રેશ એન્ટોનસેન અને તેમની મિક્સ ડબલ્સની જોડી પાઈ બર્નાડેથ અને કીમ જી જુંગે વિજય મેળવ્યા હતા. ત્યારબાદ સુંગ જી હ્યુને ચેન્નાઈ માટે પ્રથમ મેચ જીતી અને પછી સમીર વર્માએ મુંબઈ રોકેટ્સ માટે વિજયની ભેટ ધરી હતી.

આજના દિવસની સૌથી ચર્ચાસ્પદ મેચ વર્મા અને પારુપલ્લી કશ્યપની મેચ રહી હતી. વર્માએ મેચમાં વિજય મેળવ્યો એ પહેલાં રોકેટ્સ માટે બે વખતની રનર્સઅપ ટીમના ખેલાડીઓ જોરદાર લડત આપી હતી.

એક સમયે વર્મા કશ્યપ સામે સંઘર્ષ કરતો જણાયો હતો અને તે 12-15 અને 5-8થી પાછળ હતો. જો કે 24 વર્ષીય ખેલાડીએ સતત 5 પોઈન્ટ મેળવીને મેચમાં 10-8થી સરસાઈ મેળવી લીધી હતી.

એક સમયે સ્કોર 12-12થી સરભર હતો ત્યારે સમીરે નિર્ણાયક ગેમમાં જોરદાર વળતી લડત આપી. 3-4થી પાછળ રહ્યા બાદ તેણે ત્રીજી ગેમમાં 8-4થી સરસાઈ મેળવી અને અંતે મેચ 12-15, 15-13, 15-9થી જીતી લીધી.

અગાઉ મુંબઈના વિશ્વના નંબર 18 એન્ડ્રેસ એન્ટોનસેને વિશ્વાસપાત્ર રમત બતાવી અને વિશ્વના નંબર 5 સન વાન હુને અપસેટ કરનારા 34માં ક્રમાંકિત રાજીવ ઓસેફે સામે જોરદાર સંઘર્ષ કર્યો હતો. એન્ટોસેને મેચ 15-14, 15-11થી જીતી લીધી હતી.

મિક્સ ડબલ્સમાં ચેન્નાઈની વર્લ્ડ નંબર 9 જોડી ક્રિસ અને ગેબ્બી એડકોકે બે મેચની વિજયી કૂચનો મુંબઈની જોડી પાઈ અને કીમે અંત આણ્યો હતો. તેઓએ મેચ 15-14, 15-14થી જીતી લીધી હતી. પછીની મેચનું પરિણામમ આશ્ચર્યજનક રહ્યું ન હતું.

વિશ્વના નંબર-11 સુંગ જી હેયન મુંબઈની 111મો ક્રમ ધરાવતી અનુરા પ્રભુદેસાઈ સામે અપેક્ષા મુજબ વિજયી રહી હતી. કોરિયન ખેલાડીએ 15-7, 15-8થી વિજય મેળવ્યો હતો.

મેન્સ ડબલ્સમાં જીમ જી જંગ અને લિ યોંગ ડેઈએ ચેન્નાઈના ર ચીન ચુંગ અને સુમિક રેડ્ડી સામે 15-8, 15-10થી યાદગાર વિજય મેળવ્યો હતો.