Not Set/ જાપાન: હોટલના માલિકે ૨૧.૫ કરોડમાં ખરીદી આ સ્વાદિષ્ટ માછલી

જાપાનમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જાપાનમાં સુશી રેસ્ટોરન્ટના માલિકે ટોક્યોના માછલી બજારમાંથી એક માછલીની ખરીદી કરી છે જેની કિંમત સાંભળીને તમે ચોંકી જશો. આ એક મોટી ટુના માછલી છે માલિકે આ માછલી ૨૨ કરોડ રૂપિયામાં ખરીદી છે. જાપાનમાં ઉત્તર તટ વિસ્તારમાંથી પકડવામાં આવેલી આ માછલી જેનું વજન ૨૭૮ કિલો છે. તેની હરાજી બોલાવવામાં […]

Top Stories World Trending
fish જાપાન: હોટલના માલિકે ૨૧.૫ કરોડમાં ખરીદી આ સ્વાદિષ્ટ માછલી

જાપાનમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જાપાનમાં સુશી રેસ્ટોરન્ટના માલિકે ટોક્યોના માછલી બજારમાંથી એક માછલીની ખરીદી કરી છે જેની કિંમત સાંભળીને તમે ચોંકી જશો.

આ એક મોટી ટુના માછલી છે માલિકે આ માછલી ૨૨ કરોડ રૂપિયામાં ખરીદી છે.

જાપાનમાં ઉત્તર તટ વિસ્તારમાંથી પકડવામાં આવેલી આ માછલી જેનું વજન ૨૭૮ કિલો છે. તેની હરાજી બોલાવવામાં આવી હતી. ટુના માછલી લુપ્તપ્રાય પ્રજાતિમાની એક છે. માલિકે આ માછલી ૩૩.૩૬ કરોડ યેન એટલે કે ૨૧.૫ કરોડ રૂપિયામાં ખરીદી.

આટલી મોટી રકમમાં માછલી ખરીદનાર માલિકે કહ્યું હતું કે હું એક સ્વાદિષ્ટ, બેહદ અને તાજી ટુના માછલી ખરીદવામાં સફળ રહ્યો છે.

હોટલના માલિક કીમુરાએ કહ્યું કે મેં ધરેલી હતી તેના કરતા આ માછલીની કિંમત ઘણી વધારે હતી પરંતુ મને આશા છે મારા ગ્રાહકો આ ટુનાનો જોરદાર સ્વાદની મજા માણી શકશે.