ગુજરાત વિધાનસભાની ચૂંટણી આ વખતે રસપ્રદ જોવા મળશે, આમ આદમી પાર્ટીની રાજયમાં એન્ટ્રી થઇ હોવાથી ત્રિપાંખિયો જંગ જામશે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીને બસ હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. તો બીજી બાજુ સાથે સાથે શિયાળુ લગ્નોત્સવ શરૂ થવા જઇ રહ્યો છે. ચૂંટણી અને તેની સાથે લગ્નોત્સવ બન્ને જોડે હોવાના કારણે લગ્નની અસર ચૂંટણી પર પડી શકે છે. ખાલી અમદાવાદની જ વાત કરવામાં આવે તો આ વખતે અમદાવાદમાં 35,000 લગ્નો થવા જઇ રહ્યા છે. તારીખ 2, 4થી અને તારીખ 8મી ડિસેમ્બરે શ્રેષ્ઠ મુહૂર્તના દિવસોમાં મોટા પાયે લગ્નો યોજવા જઇ રહ્યા છે. ઈવેન્ટ આયોજકોનું આ વિશે માનવું છે સાથે સાથે ચૂંટણી અને લગ્નો હોવાના કારણે કે મતદાનને અસર થઈ શકે છે.રાજયમાં ડિસ્મબરમાં અઢળક લગ્નો હોવાથી મતદાન પર અસર પડી શકે છે. બીજા તબક્કાની ચૂંટણી મધ્ય ગુજરાત અમવાદા અને ઉત્તર ગુજરાત સામેલ છે, આ સમયે પણ લગ્નો ખુબ જોવા મળી રહ્યાલ છે.
1 ડિસેમ્બર 2022ના દિવસે પહેલા તબક્કાનું મતદાન જુનાગઢ-ગીર સોમનાથ સહિત સૌરાષ્ટ્રના વિવિધ ક્ષેત્રે થવાનું છે. રાજકિય વિશ્લેષકોના પ્રમાણે આ સમયે મતદાનની ટકાવારીમાં મોટો ઘટાડો નોંધાઈ શકે છે. 1 અને 2 ડિસેમ્બરે જુનાગઢ અને ગીર સોમનાથ પૈકી જિલ્લામાં અઢળક લગ્ન પ્રસંગો છે. જેની સીધી અથવા આડકતરી અસર મતદાન પર પડી શકે છે.નોંધનીય છે કે ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ત્રિપાંખિયો જંગ જામી ગયો છે, અહીં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ જનતાને રિઝવવા માટે એડી ચોટીનું જોર લગાવ્યું છે.