Cricket/ ICCમાં વધી મૂંઝવણ, જાણો કોણ છે નંબર-1 ભારત કે ઓસ્ટ્રેલિયા?

ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) એ મંગળવારે લેટેસ્ટ ટેસ્ટ રેન્કિંગ બહાર પાડી અને તેઓએ ભૂલ કરી. વાસ્તવમાં ICC દ્વારા બહાર પાડવામાં આવેલી ટેસ્ટ રેન્કિંગમાં ટીમ ઈન્ડિયાને પ્રથમ સ્થાન મળ્યું છે. જે બાદ ભારતીય ચાહકો…

Top Stories Sports
who is Number Cricket Team

who is Number Cricket Team: ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) એ મંગળવારે લેટેસ્ટ ટેસ્ટ રેન્કિંગ બહાર પાડી અને તેઓએ ભૂલ કરી. વાસ્તવમાં ICC દ્વારા બહાર પાડવામાં આવેલી ટેસ્ટ રેન્કિંગમાં ટીમ ઈન્ડિયાને પ્રથમ સ્થાન મળ્યું છે. જે બાદ ભારતીય ચાહકો ખૂબ જ ખુશ હતા. પરંતુ ICCએ બે કલાકમાં જ ભારતીય ચાહકોને ચોંકાવી દીધા. બન્યું એવું કે ICCએ તાજેતરની રેન્કિંગમાં ટીમ ઈન્ડિયાને ટોચ પર પહોંચાડ્યું હતું. જો કે હવે ICCએ આ ભૂલ સુધારી છે અને ઓસ્ટ્રેલિયા ફરી નંબર વન બની ગયું છે.

ICC ટેસ્ટ રેન્કિંગમાં ઓસ્ટ્રેલિયા ફરી નંબર-1 બની ગયું છે. ઓસ્ટ્રેલિયા 126 રેટિંગ સાથે ટોચ પર છે. જ્યારે ભારત 115 રેટિંગ સાથે બીજા નંબર પર છે. ઓસ્ટ્રેલિયા 3668 પોઈન્ટ સાથે ટોપ પર છે. જ્યારે ટીમ ઈન્ડિયા 3690 પોઈન્ટ સાથે બીજા નંબર પર છે. ઈંગ્લેન્ડ 107 પોઈન્ટ સાથે ત્રીજા, સાઉથ આફ્રિકા 102 પોઈન્ટ સાથે ચોથા, ન્યુઝીલેન્ડ 99 પોઈન્ટ સાથે પાંચમા, પાકિસ્તાન છઠ્ઠા અને 88-88 પોઈન્ટ સાથે શ્રીલંકા સાતમા, 79 પોઈન્ટ સાથે વેસ્ટ ઈન્ડીઝ આઠમા, 46 પોઈન્ટ સાથે વેસ્ટ ઈન્ડીઝ આઠમા અને બાંગ્લાદેશ નવમા ક્રમે છે. અને ઝિમ્બાબ્વે 25 રેટિંગ પોઈન્ટ સાથે 10મા સ્થાને છે.

ટીમ ઈન્ડિયા ઓસ્ટ્રેલિયા સામે તેમના ઘરે ચાર મેચની ટેસ્ટ શ્રેણી રમશે. બંને દેશો વચ્ચે આ ટેસ્ટ સિરીઝ ફેબ્રુઆરી-માર્ચમાં રમાશે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ પર નજર કરીએ તો આ ટેસ્ટ સિરીઝ ભારત માટે ઘણી મહત્વની બની રહી છે. ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પહોંચવા માટે ટીમ ઈન્ડિયાએ કાંગારૂ ટીમને ઓછામાં ઓછા 3-1ના માર્જિનથી હરાવવી પડશે. બીજી તરફ ઓસ્ટ્રેલિયાનું વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પહોંચવાનું નિશ્ચિત છે. પરંતુ આ સીરીઝ બાદ ટીમ ઈન્ડિયા ફાઈનલમાં પહોંચશે કે નહી તે નક્કી થશે.

આ પણ વાંચો: History/વકીલો માત્ર કાળો કોટ અને સફેદ શર્ટ જ કેમ પહેરે છે, આ રસપ્રદ કારણ છે ઈતિહાસ સાથે જોડાયેલું