સંકેત/ રવિ શાસ્ત્રીએ આપ્યા સંકેત વિરાટ કોહલી વન-ડે અને ટેસ્ટ ટીમની પણ કેપ્ટનશીપ છોડશે!

કોહલીની કેપ્ટનશીપ વિશે પૂછવામાં આવતા શાસ્ત્રીએ કહ્યું કે તે વર્કલોડને વધુ સારી રીતે સંચાલિત કરવા માટે અન્ય ફોર્મેટમાંથી કેપ્ટનશીપની જવાબદારી છોડી શકે છે.

Top Stories Sports
kohli રવિ શાસ્ત્રીએ આપ્યા સંકેત વિરાટ કોહલી વન-ડે અને ટેસ્ટ ટીમની પણ કેપ્ટનશીપ છોડશે!

ભારતના ભૂતપૂર્વ મુખ્ય કોચ રવિ શાસ્ત્રીનું માનવું છે કે કોવિડ-19 સંબંધિત દબાણનો સામનો કરવા માટે વિરાટ કોહલી T20 ઈન્ટરનેશનલ પછી અન્ય ફોર્મેટમાં કેપ્ટનશીપ છોડી શકે છે. ટીમ સાથે શાસ્ત્રીનો કાર્યકાળ UAEમાં રમાઈ રહેલા ICC T20 વર્લ્ડ કપ 2021માંથી ભારત વહેલી બહાર આવી ગઇ હતી. કોહલીની કેપ્ટનશીપ વિશે પૂછવામાં આવતા શાસ્ત્રીએ કહ્યું કે તે વર્કલોડને વધુ સારી રીતે સંચાલિત કરવા માટે અન્ય ફોર્મેટમાંથી કેપ્ટનશિપની જવાબદારી છોડી શકે છે.

ટેસ્ટ ક્રિકેટમાં તેમની કપ્તાની હેઠળ ભારત છેલ્લા પાંચ વર્ષથી ટોચ પર છે. જ્યાં સુધી તે માનસિક રીતે થાકશે નહિ ત્યાં સુધી તે સુકાની પદ છોડવા માંગશે નહી. જો કે, તે નજીકના ભવિષ્યમાં બેટિંગ પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે સુકાની પદ છોડી શકે છે. હાલમાં આવુ બનશે નહી પરંતુ તે થઈ શકે છે.વન-ડે માં પણ તે આમ કરી શકે છે .  હવે તે માત્ર ટેસ્ટ કેપ્ટનશિપ પર ધ્યાન કેન્દ્રિત કરવા માંગે છે.

કોહલીને સૌથી ફિટ ક્રિકેટર ગણાવતા શાસ્ત્રીએ કહ્યું, “ઘણા સફળ ખેલાડીઓએ પોતાની બેટિંગ પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે કેપ્ટનશીપ છોડી દીધી છે. તે ચોક્કસપણે રમતમાં સારો દેખાવ કરવાની ભૂખ ધરાવે છે, તે ટીમના કોઈપણ ખેલાડી કરતાં ફિટ છે. તે વિશે કોઈ શંકા નથી. જ્યારે તમે શારીરિક રીતે ફિટ હોવ છો, ત્યારે તમારી રમતમાં લાંબી ઇનિગ્સ રમી શકો છે. કેપ્ટનશીપના સંદર્ભમાં, તે તેમનો નિર્ણય હશે. પરંતુ હું જોઉં છું કે તે સફેદ બોલના ક્રિકેટને ના કહી શકે છે પરંતુ લાલ બોલની ક્રિકેટમાં તેણે ચાલુ રાખવું જોઈએ કારણ કે તે ટેસ્ટ ક્રિકેટનો શ્રેષ્ઠ એમ્બેસેડર રહ્યો છે.

ભારતના વર્લ્ડ કપ વિજેતા કેપ્ટન કપિલ દેવના આરોપો વિશે પૂછવામાં આવ્યું કે ખેલાડીઓ દેશ કરતાં IPL પસંદ કરે છે, શાસ્ત્રીએ કહ્યું, “એપ્રિલમાં IPL મુલતવી રાખ્યા પછી, તેઓ (BCCI) પાસે કોઈ વિકલ્પ નહોતો.” મને નથી લાગતું કે તે ભવિષ્યમાં ફરી થશે. જ્યાં સુધી કપિલનો સવાલ છે, તે આઈપીએલ શેડ્યૂલ વિશે સાચો છે કારણ કે તેનાથી ખેલાડીઓનો થાક વધી ગયો હતો