RBI/ રૂપિયા 2000ની નોટને લઈને RBIએ કરી આ જાહેરાત

ભારતીય રિઝર્વ બેંકે ગત વર્ષે 19 મેના રોજ રૂપિયા 2000ની ચલણી નોટ પાછી લેવાની જાહેરાત કરી હતી. જાહેરાત કરતા જ સર્ક્યુલેશન બંધ કરવાનો નિર્ણય કર્યો…..

Top Stories India
Beginners guide to 2024 03 29T173634.830 રૂપિયા 2000ની નોટને લઈને RBIએ કરી આ જાહેરાત

Mumbai News:  ભારતીય રિઝર્વ બેંકે ગત વર્ષે 19 મેના રોજ રૂપિયા 2000ની ચલણી નોટ પાછી લેવાની જાહેરાત કરી હતી. જાહેરાત કરતા જ સર્ક્યુલેશન બંધ કરવાનો નિર્ણય કર્યો હતો. ચલણી નોટને બદલાવવાની કે જમા કરાવવાની અંતિમ તારીખ ઘણા સમય પહેલા જ જતી રહી હતી. તેમ છતાં લોકો આજે પણ RBIમાં નોટને વટાવી શકે છે. RBIએ તાજેતરમાં જ જાહેરાત કરતાં કહ્યું કે નોટોને પાછી લેવાની સુવિધા એક દિવસ માટે બંધ રખાશે. નાણાકીય નવા વર્ષના પ્રથમ દિવસે રૂ. 2000ની નોટોને જમા કે બદલાવી શકાશે નહીં.

RBI will not exchange or deposit Rs 2,000 notes on April 1. Here's the reason why - BusinessToday

RBIએ જણાવ્યું કે નાણાકીય વર્ષ પૂરુ થવાથી ખાતાઓથી જોડાયેલા કામકાજના લીધે RBIની 19 ઓફિસોમાં સોમવાર એટલે કે 1 એપ્રિલ, 2024ના રોજ રૂપિયા 2000ની ચલણી નોટોને બદલાવી કે જમા કરાવી શકાશે નહીં. મંગળવારથી આ સુવિધા રાબેતા મુજબ શરૂ થઈ જશે.

RBIની 19 ઓફિસોમાં આ સુવિધા પૂરી પાડવામાં આવે છે

19 ઓફિસો અમદાવાદ, બેંગ્લોર, બેલાપુર, ભોપાલ, ભુવનેશ્વર, ચંદીગઢ, ચેન્નાઈ, ગુવાહાટી, હૈદરાબાદ, જયપુર, જમ્મુ, કાનપુર, કલકત્તા, લખનઉ, મુંબઈ, નાગપુર, નવી દિલ્હી, પટના, તિરૂવનંતપુરમમાં આરબીઆઈની ઈસ્યુ ઓફિસ આવેલી છે.

રૂપિયા 2000ની ચલણી નોટોને બદલાવી કે જમા કરાવવાની અંતિમ તારીખ 7 ઓક્ટોબર, 2023 હતી. કોઈ પણ વ્યક્તિ RBIની 19 ઓફિસોમાંથી પોતાના બેંક ખાતાના ક્રેડિટ માટે આરબીઆઈની ઓફિસોમાંથી કોઈને પણ ઈન્ડિયા પોસ્ટ દ્વારા રૂપિયા 2000ની નોટ મોકલી શકે છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:અજિત પવારની એનસીપી હેઠળ ભાજપ સાથે જોડાવવાનો આ નેતાને મળ્યો ફાયદો

આ પણ વાંચો:વલસાડમાં વીજ કરંટ લાગતા એક યુવકનું મોત

આ પણ વાંચો:યૂક્રેનના વિદેશમંત્રી આજથી બે દિવસ ભારતની સત્તાવાર યાત્રા પર, શા માટે મુલાકાત મહત્વની છે…

આ પણ વાંચો:ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવાતી પરીક્ષાને લઈ મહત્વનું અપડેટ