PM Modi Gujarat Visit/ આજે ગુજરાત પ્રવાસે પીએમ મોદી, અખિલ ભારતીય શિક્ષા સંઘ અધિવેશનમાં હાજરી આપી

વડાપ્રધાન ગાંધીનગરમાં અખિલ ભારતીય પ્રાથમિક શિક્ષા સંઘ અધિવેશનમાં ભાગ લેવા પહોંચ્યા છે. ત્યાર બાદ ગાંધીનગરમાં બપોરે 12 વાગ્યે તેઓ આશરે રૂ. 4400 કરોડના વિવિધ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે.

Gandhinagar Top Stories Gujarat
પીએમ મોદી

પીએમ નરેન્દ્ર મોદી આજે 1 દિવસના ગુજરાત પ્રવાસે આવ્યા છે. તેમનું અમદાવાદ એરપોર્ટ પર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા તેમનું એરપોર્ટ પર સ્વાગત કરાયું હતું. વડાપ્રધાન ગાંધીનગરમાં અખિલ ભારતીય પ્રાથમિક શિક્ષા સંઘ અધિવેશનમાં ભાગ લેવા પહોંચ્યા છે. ત્યાર બાદ ગાંધીનગરમાં બપોરે 12 વાગ્યે તેઓ આશરે રૂ. 4400 કરોડના વિવિધ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. બપોરે 3 વાગ્યે વડાપ્રધાન ગિફ્ટ સિટીની મુલાકાત લેશે.

આ બાદ મહાત્મા મંદિર ખાતે રાજ્યના 42 હજારથી વધુ આવાસોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. આ સાથે પીએમ મોદી 1545 કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. જેમાં 78.88 કરોડના કામોનું લોકાર્પણ અને 1466 કરોડના કામોનું ખાતમુહૂર્ત થશે. જેમાં ગોતામાં વોટર ડિસ્ટ્રિબ્યુશન સ્ટેશન, નરોડા પાટીયાથી ગેલેક્સી સુધી 267 કરોડના ખર્ચે ઓવરબ્રિજ, વાડજ ખાતે 127 કરોડના ખર્ચે ઓવરબ્રિજ, 641 કરોડના ખર્ચે શહેરના રોડ બનાવવાની કામગીરી તથા સત્તાધાર જંક્શન પર ઓવરબ્રિજનું ખાતમુહૂર્ત થશે.

આ બાદ તેઓ રાજભવન જશે અને સરકાર અને સંગઠનના હોદ્દેદારો સાથે બેઠકમાં ભાગ લેશે. બપોરે પીએમ મોદી ગિફ્ટ સિટીમાં વિવિધ કંપનીઓના CEO સાથે બેઠક કરશે. અહીં જ તેઓ વિવિધ યુનિવર્સિટીના કુલપતિઓ સાથે પણ બેઠક કરશે. આ દરમિયાન તેઓ ગિફ્ટ સિટીમાં ચાલી રહેલા વિવિધ પ્રોજેક્ટની સમીક્ષા કરશે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણી બાદની પ્રધાનમંત્રીની આ બેઠક ખાસ બની રહેવાની છે. કારણ કે, હવે ભાજપે લોકસભાની તૈયારીઓ આરંભી દીધી છે. આજે રાજભવનમાં વડાપ્રધાનની બેઠકોનો દોર ચાલશે. જેમાં મંત્રી મંડળના વિસ્તરણ તથા બોર્ડ નિગમોમાં નિમણૂંકને લઈને આખરી ઓપ આપવામાં આવી શકે છે. પ્રધાનમંત્રીની આ ગુજરાત મુલાકાત ખાસ ગણવામાં આવી રહી છે. કારણ કે, તેઓ પાર્ટીના કેટલાક નેતાઓ સાથે મહત્વની બેઠક કરવાના છે. ત્યારે પીએમની મુલાકાત બાદ ભાજપમાં નવાજૂની થઈ શકે તેવી શક્યતા દેખાઈ રહી છે.

અગાઉ જ્યારે માર્ચ મહિનામાં પીએમ મોદી ગુજરાતના મુલાકાતે આવ્યા હતા, ત્યારે તેઓએ પોતાનું રોકાણ ચાર કલાક લંબાવ્યુ હતું. આ દરમિયાતેઓે ભાજપના નેતાઓ તથા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સાથે ગુપ્ત મીટિંગ કરી હતી. જેમાં સરકારના ઉચ્ચ અધિકારીઓ સાથે પણ બેઠકોનો દોર ચાલ્યો હતો. આ બાદ સંગઠનમાં નાના મોટા બદલાવ આવ્યા હતા. તેમજ સરકારની કાર્યશૈલીમાં પણ બદલાવ આવ્યો હતો. ત્યારે ફરી એકવાર પ્રધાનમંત્રીની મુલાકાતને લઈને મોટા બદલાવ આવે તેવુ દેખાઈ રહ્યું છે.

તો સાથે જ ભાજપ સંગઠનમાં સીઆર પાટીલની ત્રણ વર્ષની ટર્મ જુલાઈ મહિનામાં પૂરી થઈ રહી છે. ત્યારે તેમની ટર્મમાં વધારા માટે પણ ચર્ચા થવાની શક્યતા છે.

આ પણ વાંચો:લગ્નની ખરીદી સમયે જ વરરાજાની હત્યા,આવું હતું કારણ….

આ પણ વાંચો:સરકારી કર્મીઓ હવે જીઓ દિલ સે…ગુજરાત સરકારમાં હવે જીઓની એન્ટ્રી

આ પણ વાંચો:કોન્સ્ટેબલની ફરિયાદમાંથી ધારાસભ્ય પૂત્રનું નામ ગાયબ,રાજકીય નુકસાન પહોંચાડવાનું ષડ્યંત્ર: MLA

આ પણ વાંચો:ગુજરાતમાં મહિલાઓને સુરક્ષિત અને અનુકૂળ ધંધા – સ્વરોજગાર વાતાવરણ આપવામાં ભાજપ સરકાર સદંતર નિષ્ફળ

આ પણ વાંચો:જામનગરમાં સગી માતા પર જ પુત્રએ કર્યો બળાત્કાર