Cricket: સોશિયલ મીડિયા પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અન્ય દિગ્ગજ નેતાઓની મજાક કરતી એક પોસ્ટ વાયરલ થઈ રહી છે. આ પોસ્ટ બીજું કોઈ નહીં મહિલા ક્રિકેટર પૂજા વસ્ત્રાકરે પોતાના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર મૂકી હતી.
24 વર્ષીય પૂજા વસ્ત્રાકર શાનદાર પર્ફોમન્સ આપતી ખેલાડીઓમાંની એક ગણાય છે. તાજેતરમાં વુમ્રસ પ્રિમિયર લીગમાં મુંબઈ ઈન્ડિયન્સનું પ્રતિનિધિત્વ કર્યું હતું. પૂજા વસ્ત્રાકર અલગ જ બાબતે સોશિયલ મીડિયામાં તેની ચર્ચાઓ થઈ રહી છે. પૂજાએ તેના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર એક સ્ટોરી પોસ્ટ કરી હતી જે વાયરલ થતાં જ થોડાક સમયમાં જ ડિલિટ કરી દીધી હતી. આ પોસ્ટ વડાપ્રધાન મોદી અને ભાજપના અન્ય નેતાઓ વિશે હતી. પૂજાએ ઈડીને પણ ટાર્ગેટ કરી હતી.
જોકે, સોશિયલ મીડિયામાં તેની પોસ્ટ યુઝર્સ દ્વારા મિશ્ર પ્રતિક્રિયાઓ આપતા જોવા મળી રહ્યા છે. કેટલાક તેને બહાદુરીથી પોતાના વિચારો રજૂ કરવા પર અભિનંદન પાઠવી રહ્યા છે તો કેટલાક તેની ટીકા કરતા પણ જોવા મળ્યા છે. તેને હવે ભારતીય ટીમમાંથી હટાવી દેવામાં આવશે તેવું પણ યુઝર્સ કહી રહ્યા છે. તો કેટલાકે પણ પોસ્ટ વિશે કમેન્ટ કરવા તૈયાર દેખાયા હોવાનું જોવા મળ્યું છે. એક યુઝર્સે એવું કહ્યું કે તેને પોસ્ટ ડિલિટ કરી નાંખી અને દાવો કરશે કે તેનું એકાઉન્ટ હેક કરવામાં આવ્યું છે.
View this post on Instagram
કોણ છે પૂજા વસ્ત્રાકર
પૂજા વસ્ત્રાકર મુંબઈ ઈન્ડિયન્સ તરફથી રમી હતી. તેનું પર્ફોમન્સ આ વખતે WPLમાં નિરાશાજનક રહ્યું હતું. પૂજા મહિલા ટી 20 લીગમાં 9 મેચો રમી હતી જેમાંથી તેને માત્ર 5 વિકેટો ઝડપી હતી. શરૂઆતની ત્રણ મેચોમાં તેને એક પણ વિકેટ લીધી ન હતી. તેના પછીની બીજી ત્રણ મેચોમાં દિલ્હી કેપિટ્રસ, યુપી વોરિયર, ગુજરાત જાયન્ટ્સ સામે એક –એક વિકેટ લીધી હતી.
આ પણ વાંચો:અજિત પવારની એનસીપી હેઠળ ભાજપ સાથે જોડાવવાનો આ નેતાને મળ્યો ફાયદો
આ પણ વાંચો:વલસાડમાં વીજ કરંટ લાગતા એક યુવકનું મોત