Not Set/ સ્ટીફન્સ અને કિઝે વચ્ચે રમાશે યુએસ ઓપનનો ખીતાબી મુકાબલો

વર્ષના અંતિમ ગ્રાન્ડ સ્લેમ યુએસ ઓપનની ફાઈનલ અમેરિકાની સ્લોએસ સ્ટિફન્સ અને મેડીસન કિઝ વચ્ચે રમાશે. વર્લ્ડ રેન્કિંગમાં ૮૩મો ક્રમાંક ધરાવતી સ્લોએસ સ્ટિફન્સે ત્રણ સેટના ભારે સંઘર્ષમય મુકાબલામાં ૬-૧, ૦-૬, ૭-૫થી ચેમ્પિયન વિનસ વિલિયમ્સને જયારે મેડીસન કિઝે સીધા સેટોમાં અમેરિકાની વાન્ડેવેગ્હેને ૬-૧, ૬-૨થી પરાજય આપ્યો હતો. મહત્વનું છે કે, સ્ટિફન્સ અને કિઝ બંને ખેલાડીઓ કારકિર્દીમાં સૌપ્રથમ વખત ગ્રાન્ડ સ્લેમ […]

Sports
844051946 સ્ટીફન્સ અને કિઝે વચ્ચે રમાશે યુએસ ઓપનનો ખીતાબી મુકાબલો

વર્ષના અંતિમ ગ્રાન્ડ સ્લેમ યુએસ ઓપનની ફાઈનલ અમેરિકાની સ્લોએસ સ્ટિફન્સ અને મેડીસન કિઝ વચ્ચે રમાશે. વર્લ્ડ રેન્કિંગમાં ૮૩મો ક્રમાંક ધરાવતી સ્લોએસ સ્ટિફન્સે ત્રણ સેટના ભારે સંઘર્ષમય મુકાબલામાં ૬-૧, ૦-૬, ૭-૫થી ચેમ્પિયન વિનસ વિલિયમ્સને જયારે મેડીસન કિઝે સીધા સેટોમાં અમેરિકાની વાન્ડેવેગ્હેને ૬-૧, ૬-૨થી પરાજય આપ્યો હતો.

મહત્વનું છે કે, સ્ટિફન્સ અને કિઝ બંને ખેલાડીઓ કારકિર્દીમાં સૌપ્રથમ વખત ગ્રાન્ડ સ્લેમ ચેમ્પિયનશીપની ફાઈનલમાં પ્રવેશી છે. જયારે યુએસ ઓપનના ઇતિહાસમાં ૨૦૦૨ પછી પહેલી વખત વિમેન્સ સિંગલ્સની એવી ફાઈનલ રમાશે, જેમાં સામસામે અમેરિકાની જ ખેલાડીઓ હશે. છેલ્લે ૨૦૦૨માં ઓલ અમેરિકન ફાઈનલમાં સેરેના વિલિયમ્સે તેની મોટી બહેન વિનસ વિલિયમ્સને હરાવી હતી.