Interesting/ રવિવારે ટીમ ઈન્ડિયા મેદાનમાં ઉતરતા જ 1 હજાર ODI રમનારી વિશ્વની પ્રથમ ટીમ બનશે, જાણો બીજા અને ત્રીજા નંબર પર કોણ?

ભારત અને વેસ્ટ ઈન્ડિઝ (Ind vs WI) વચ્ચેની ODI શ્રેણી 6 ફેબ્રુઆરીથી શરૂ થઈ રહી છે. વિશ્વનાં સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમમાં યોજાનારી પ્રથમ ODI મેચમાં મેદાનમાં ઉતરતાની સાથે જ ભારત એક અનોખો રેકોર્ડ પોતાના નામે કરી લેશે.

Sports
11 59 રવિવારે ટીમ ઈન્ડિયા મેદાનમાં ઉતરતા જ 1 હજાર ODI રમનારી વિશ્વની પ્રથમ ટીમ બનશે, જાણો બીજા અને ત્રીજા નંબર પર કોણ?

ભારત અને વેસ્ટ ઈન્ડિઝ (Ind vs WI) વચ્ચેની ODI શ્રેણી 6 ફેબ્રુઆરીથી શરૂ થઈ રહી છે. વિશ્વનાં સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમમાં યોજાનારી પ્રથમ ODI મેચમાં મેદાનમાં ઉતરતાની સાથે જ ભારત એક અનોખો રેકોર્ડ પોતાના નામે કરી લેશે.

આ પણ વાંચો – U19 World Cup / ટીમ ઈન્ડિયા પાંચમી વખત ટાઈટલ કબ્જે કરવા ઉતરશે મેદાને, આ ખેલાડીઓ પર રહેશે ખાસ નજર

જી હા, ટીમ ઈન્ડિયા 1000 વનડે રમનારી વિશ્વની પ્રથમ ટીમ બની જશે. અત્યાર સુધી ભારતે વન-ડે ઈન્ટરનેશનલ ક્રિકેટમાં 999 મેચ રમી છે અને કોઈપણ ટીમ આ ફોર્મેટમાં આટલી મેચ રમી નથી. અમદાવાદનાં મોટેરામાં વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ આ ઐતિહાસિક ક્ષણનું સાક્ષી બનશે. ભારતીય ટીમે તેની પ્રથમ ODI 13 જુલાઈ 1974નાં રોજ લીડ્ઝ ખાતે ઈંગ્લેન્ડ સામે રમી હતી. ત્યારથી, ભારતે 999 ODI રમી છે જેમાં ટીમે 518 મેચ જીતી છે અને 431 મેચ હારી છે. ભારત, ઓસ્ટ્રેલિયા અને પાકિસ્તાન સિવાય અન્ય કોઈ ટીમે 900થી વધુ મેચ રમી નથી.

સૌથી વધુ ODI આંતરરાષ્ટ્રીય મેચ રમનાર ટીમ

ભારત – 999 મેચ
ઓસ્ટ્રેલિયા – 958 મેચ
પાકિસ્તાન – 936 મેચ
શ્રીલંકા – 870 મેચ
વેસ્ટ ઈન્ડિઝ – 834 મેચ

આ પણ વાંચો – Cricket / ઈંગ્લેન્ડ ક્રિકેટ ટીમમાં All is not Well, મેનેજિંગ ડિરેક્ટર એશ્લે જાઇલ્સ બાદ હવે ટીમનાં હેડ કોચે આપ્યું રાજીનામું

વિશ્વનાં વિસ્ફોટક ઓપનરોમાં આવતા એક રોહિત શર્માને ભારતની 1000મી ODIમાં ટીમની કેપ્ટનશીપ કરવાનું ગૌરવ મળશે. BCCIએ વિરાટ કોહલીની જગ્યાએ રોહિત શર્માને ODI ટીમની કમાન સોંપી છે. પોતાની બેટિંગથી ઘણા રેકોર્ડ બનાવનાર રોહિત શર્મા વેસ્ટ ઈન્ડિઝ સામેની પ્રથમ વનડેમાં મેદાન પર ઉતરતાની સાથે જ ઈતિહાસનાં પાનામાં પોતાનું નામ લખી લેશે.

મોટેરા સ્ટેડિયમમાં કેટલાક મોટા રેકોર્ડ બન્યા છેઃ

– મહાન ક્રિકેટર સુનીલ ગાવસ્કરે 1987માં મોટેરા સ્ટેડિયમમાં પોતાના 10,000 ટેસ્ટ રન પૂરા કર્યા હતા.

– ટીમ ઈન્ડિયાને વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન કપિલ દેવ 1994માં ટેસ્ટમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર બન્યા હતા.

– કપિલ દેવે 1983માં વેસ્ટ ઈન્ડિઝ સામે 83 રન આપીને નવ વિકેટ લીધી હતી.

– ક્રિકેટનાં ભગવાન કહેવાતા સચિન તેંડુલકરે 1999માં પોતાની એકમાત્ર બેવડી સદી ફટકારી હતી.

– સચિન તેંડુલકરે તેનો 18,000 રન પૂરા કર્ય (2011 વર્લ્ડ કપમાં ઓસ્ટ્રેલિયા સામે).

– રવિચંદ્રન અશ્વિને તેની 400મી ટેસ્ટ વિકેટ લીધી.

– લિજેન્ડરી સ્પિનર ​​હરભજન સિંહ, જેણે તાજેતરમાં નિવૃત્તિ લીધી હતી, તેણે તેની પ્રથમ ટેસ્ટ સદી ફટકારી હતી.

– વીવીએસ લક્ષ્મણે 1996માં સાઉથ આફ્રિકા સામે ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું.

ભારતીય ટીમ વેસ્ટ ઈન્ડિઝ સામે

રોહિત શર્મા (કેપ્ટન), ઈશાન કિશન, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, દીપક હુડા, વોશિંગ્ટન સુંદર, લોકેશ રાહુલ, રિષભ પંત (વિકેટકીપર), દીપક ચહર, શાર્દુલ ઠાકુર, યુઝવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, રવિ બિશ્નોઈ, મોહમ્મદ સિરાજ, પ્રશાંત કૃષ્ણ, અવેશ ખાન.