ઓસ્ટ્રેલિયાનાં હાથે એશિઝ સિરીઝ 0-4થી હાર્યા બાદ ઈંગ્લેન્ડ ક્રિકેટમાં રાજીનામાનો દોર જારી રહ્યો છે. ટીમનાં આસિસ્ટન્ટ કોચ ગ્રેહામ થોર્પે પણ મેનેજિંગ ડિરેક્ટર એશ્લે જાઇલ્સ અને ત્યારબાદ મેન્સ ક્રિકેટ ટીમનાં હેડ કોચ ક્રિસ સિલ્વરવુડે રાજીનામું આપી દીધું છે.
આ પણ વાંચો – IPL Mega Auction 2022 / ઈન્ડિયન પ્રીમિયર લીગ માટે ખેલાડીઓની હરાજી 12 અને 13 ફેબ્રુઆરીએ બેંગલુરુમાં યોજાશે
ઈંગ્લેન્ડ મેન્સ ક્રિકેટનાં વચગાળાનાં મેનેજિંગ ડિરેક્ટર એન્ડ્ર્યુ સ્ટ્રોસે કહ્યું: “હું ઘણા વર્ષોથી ઈંગ્લેન્ડનાં કોચિંગ સ્ટાફ સાથે કામ કરવા બદલ ગ્રેહામનો આભાર માનું છું અને તેમને ભવિષ્ય માટે શુભેચ્છા પાઠવું છું.” ગ્રેહામ થોર્પે કહ્યું, ‘હું ખૂબ જ ભાગ્યશાળી રહ્યો છું કે મેં ઘણા સારા ખેલાડીઓ અને કોચ સાથે કામ કર્યું છે જેને હું મારા મિત્રો માનું છું.’ ઈંગ્લેન્ડને હવે વેસ્ટ ઈન્ડિઝનો પ્રવાસ કરવાનો છે અને તેના માટેની ટીમની જાહેરાત ટૂંક સમયમાં કરવામાં આવશે. વેસ્ટ ઈન્ડિઝનાં પ્રવાસમાં મુખ્ય કોચ અને બેટિંગ અને સહાયક કોચ તરીકે ટીમની સાથે કોણ રહેશે તે અંગે નિર્ણય લેવાનો બાકી છે. એશિઝ સીરીઝ પહેલા, ઈંગ્લેન્ડ ભારત સામે ઘરઆંગણે રમાઈ રહેલી પાંચ મેચની ટેસ્ટ સીરીઝમાં 1-2થી પાછળ છે. ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ સીરીઝની ચાર મેચ રમાઈ છે, જ્યારે પાંચમી ટેસ્ટ આગામી પ્રવાસ પર રમવાની છે. એશિઝ સીરીઝમાં શરમજનક હાર બાદ પણ જો રૂટ ઈંગ્લેન્ડ ક્રિકેટ ટીમનાં ટેસ્ટ કેપ્ટન તરીકે યથાવત રહેશે.
Graham Thorpe has left his position as England Men’s Assistant Coach.
We thank Graham for his work over many years on the England coaching staff.
— England Cricket (@englandcricket) February 4, 2022
આ પણ વાંચો – PSL 2022 / શાહિદ આફ્રિદીની ઓવરમાં બેટ્સમેનોએ ફટકાર્યા 8 છક્કા, PSL નાં ઈતિહાસમાં કોઇ બોલરે નથી આપ્યા આટલા રન
આ પહેલા ક્રિસ સિલ્વરવુડે પણ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું હતું. ક્રિસ સિલ્વરવુડે કહ્યું, ‘ઈંગ્લેન્ડ ક્રિકેટ ટીમનો મુખ્ય કોચ બનવું મારા માટે ખૂબ જ સન્માનની વાત છે. અને મેં ખેલાડીઓ અને સ્ટાફ સાથે જે રીતે કામ કર્યું છે તેના પર મને ગર્વ છે. છેલ્લા બે વર્ષ ખૂબ જ વ્યસ્ત રહ્યા છે, પરંતુ મેં ટીમ સાથે મારો સમય માણ્યો છે. હવે હું મારા પરિવાર સાથે થોડો સમય પસાર કરવાનું વિચારી રહ્યો છું.
