પૂર્વ ઈંગ્લીશ કેપ્ટન માઈકલ વોને ટીમ ઇન્ડીયાના કેપ્ટન વિરાટ કોહલીને લઈને એક સ્ટેટમેન્ટ આપ્યું હતું. કોહલીનાં રીવ્યુ નિર્ણયને લઈને તેમની ટીકા થઇ છે. પહેલી પારીમાં વિરાટે જે રીવ્યુ લીધો હતો એ બેકાર ગયા બાદ મેચનાં ત્રીજા દિવસે ભારતે બે વખત ડીઆર એસનો ઉપયોગ કર્યો પરંતુ બંને વખત ટીમ દ્વારા લેવાયેલા રીવ્યુ બેકાર ગયા. ખોટા રીવ્યુ લેવાનાં નિર્ણયને લઈને વોને કોહલીને સૌથી ખરાબ રીવ્યુઅર કહ્યા.
રવિવારે વોને ટ્વીટ કરીને કહ્યું હતું કે, ‘વિરાટ દુનિયાનો સર્વ શ્રેષ્ઠ બેટ્સમેન છે એ હકીકત છે. વિરાટ દુનિયાના સૌથી ખરાબ રીવ્યુઅર છે એ હકીકત છે.’
Virat is the best Batsman in the World .. #Fact .. Virat is the worst reviewer in the World .. #Fact #ENGvsIND
— Michael Vaughan (@MichaelVaughan) September 9, 2018
ત્રીજા દિવસે ટીમ ઇન્ડિયાએ પહેલો રીવ્યુ કીટોનની વિરુદ્ધ લીધો હતો, જયારે રવીન્દ્ર જાડેજા બોલિંગ કરી રહ્યાં હતા. જાડેજાનો બોલ કીટોનનાં પેડ સાથે ભટકાયો ત્યારબાદ ખેલાડીઓએ આઉટની અપીલ કરી હતી પરંતુ શરૂઆતનાં નિર્ણયમાં અમ્પાયરે કીટોનને નોટ આઉટ જાહેર કર્યો હતો. પછી કોહલીએ બોલર સાથે ચર્ચા કર્યા બાદ રીવ્યુ લીધો પરંતુ અમ્પાયરનો નિર્ણય બદલ્યો નહી અને ટીમ ઈન્ડિયાનો પહેલો રીવ્યુ વેડફાઈ ગયો.
જયારે બીજો રીવ્યુ પણ જાડેજાની બોલીંગમાં લેવામાં આવ્યો હતો. કુક સામે ટીમ ઇન્ડિયાએ રીવ્યુની અપીલ કરી હતી પરંતુ બીજી વખત પણ કોહલીનો નિર્ણય ખોટો સાબિત થયો અને કુક નોટ આઉટ ઘોષિત થયા હતા.
પૂર્વ ઈંગ્લીશ ક્રિકેટર વોને આ વાતને લઈને જ કોહલી પર નિશાન સાધ્યું હતું. આ પહેલીવાર નથી કે જયારે કોઈએ રીવ્યુને લઈને કોહલી પર નિશાન સાધ્યું હોય. આ પહેલાં પૂર્વ ક્રિકેટર અજીતે પણ પહેલી પારીમાં લેવાયેલા કોહલીનાં રીવ્યુ નિર્ણય પર સવાલ ઉઠાવ્યા હતા.
