Not Set/ ભારતીય ટીમે ત્રીજી ટી-20 મેચમાં પાંચ વિકેટે જીત મેળવી-શ્રીલંકાનો વ્હાઇટવોશ

ભારતીય ટીમે ત્રીજી ટી-20 મેચમાં પાંચ વિકેટે જીત મેળવી ત્રણ મેચની સિરીઝમાં શ્રીલંકાનો વ્હાઇટવોશ કર્યો હતો. શ્રીલંકાએ પ્રથમ બેટિંગ કરતાં નિર્ધારિત 20 ઓવરમાં સાત વિકેટ ગુમાવી 135 રન બનાવ્યા હતા. જેના જવાબમાં ભારતે 19.2 ઓવરમાં પાંચ વિકેટ ગુમાવી લક્ષ્યાંક મેળવી લીધો હતો. ભારતીય ટીમે આ સાથે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં પ્રથમ વખત ટી-20 મેચ જીતી હતી.136 […]

Sports
team ભારતીય ટીમે ત્રીજી ટી-20 મેચમાં પાંચ વિકેટે જીત મેળવી-શ્રીલંકાનો વ્હાઇટવોશ

ભારતીય ટીમે ત્રીજી ટી-20 મેચમાં પાંચ વિકેટે જીત મેળવી ત્રણ મેચની સિરીઝમાં શ્રીલંકાનો વ્હાઇટવોશ કર્યો હતો. શ્રીલંકાએ પ્રથમ બેટિંગ કરતાં નિર્ધારિત 20 ઓવરમાં સાત વિકેટ ગુમાવી 135 રન બનાવ્યા હતા. જેના જવાબમાં ભારતે 19.2 ઓવરમાં પાંચ વિકેટ ગુમાવી લક્ષ્યાંક મેળવી લીધો હતો.

ભારતીય ટીમે આ સાથે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં પ્રથમ વખત ટી-20 મેચ જીતી હતી.136 રનના લક્ષ્યાંક સામે ભારતે 17 રનના સ્કોરે રાહુલની વિકેટ ગુમાવી હતી.જ્યારે 39 રનના સ્કોરે રોહિત શર્મા આઉટ થયો હતો.શ્રેયસ ઐયર અને મનીષ પાંડેએ ત્યારબાદ 42 રન જોડયા હતા.ઐયર રંગમાં હતો. પરંતુ રનઆઉટ થયો હતો. ઐયર 30 રન બનાવી આઉટ થયો હતો.

ઐયર બાદ હાર્દિક પંડયા ચાર રન અને મનીષ પાંડે અંગત 32 રન બનાવી આઉટ થતાં 108 રનમાં પાંચ વિકેટ ગુમાવી દીધી હતી.ભારતીય ટીમને જીત માટે ૨૩ બોલમાં 28 રનની જરૂર હતી .ત્યારે ધોની અને દિનેશ કાર્તિકે 19.2 ઓવરમાં ભારતને જીત અપાવી હતી.