ઇસ્લામાબાદ,
પાકિસ્તાનની જેલમાં બંધ ભારતીય કુલભુષણ જાધવને આજે તેમના પત્નિ અને માતા મળશે. કુલભુષણના પત્નિ અને માતા સોમવારે બપોરે ઇસ્લામાબાદ પહોંચ્યા હતા અને બપોર પછી તેઓ કુલભુષણને મળી શકશે.પાકિસ્તાનની સરકારે કુલભુષણને રાજનૈતિક મદદની મંજુરી આપી હોવાનો દાવો કર્યો છે.કુલભુષણની મુલાકાત દરમિયાન પાકિસ્તાન સ્થિત ભારતીય ઉપ ઉચ્ચાયુક્ત જે પી સિંહ પણ સાથે રહેશે. પાકિસ્તાનની સરકારે જે પી સિંહની હાજરીને કાઉન્સિલર એક્સેસ ગણાવીને કહ્યું હતું કે, તેમણે કુલભુષણને રાજનયિક પહોંચ માટે મંજુરી આપી છે.
જો કે ભારતે પાકિસ્તાનના આ દાવાને ફગાવતા કહ્યું કે, ભારતીય અધિકારી જે પી સિંહ માત્ર હાજર રહેશે અને પાકિસ્તાને કોઇ રાજનયિક મદદ માટે તૈયારી નથી બતાવી.
પાકિસ્તાનની જેલમાં બંધ ભારતીય નૌસેનાના પૂર્વ અધિકારી કુલભૂષણ જાધવની સાથે આજે તેમના પત્ની અને માતા મુલાકાત કરવાના છે.આ મુલાકાત અંદાજે એક કલાક સુધી ચાલશે. જાસૂસીના આરોપસર પાકિસ્તાનની અદાલત તેને મોતની સજા સંભળાવી ચુકી છે. જો કે, ભારતે ઈન્ટરનેશનલ કોર્ટમાં આ મુદ્દો ઉઠાવ્યો અને આંતર રાષ્ટ્રીય અદાલતે પોતાનો અંતિમ ચુકાદો સંભાળાવવા સુધી સજા પર રોક લગાવી. પાકિસ્તાનના અધિકારીઓના મતે સોમવારે કુલભૂષણ જાધવની માતા ઈસ્લામાબાદ પહોંચશે.અને મુલાકાત બાદ આજે જ ભારત પરત ફરશે. આ મુલાકાત સમયે ભારતીય નાયબ ઉચ્ચાયુક્ત જે.પી. સિંહ પણ હાજર રહેશે.