Not Set/ રો-હિત શર્માએ ૩૫ બોલમાં સદી ફટકારી કરી વર્લ્ડ રેકોર્ડની બરાબરી

ભારતીય કેપ્ટન રોહિત શર્માએ શ્રીલંકા સામે ઇન્દોરમાં રમાયેલી બીજી ટી-૨૦ મેચમાં સદી ફટકારી સૌથી ઝડપી સદી ફટકારવાના રેકોર્ડની બરાબરી કરી છે. રોહિત શર્માએ તુફાની બેટિંગ કરતા માત્ર ૩૫ બોલમાં જ સદી ફટકારી હતી. આ સાથે જ શર્માએ દક્ષિણ આફ્રિકાના બેટ્સમેન ડેવિડ મિલરના રેકોર્ડની બરાબરી કરી છે. શ્રીલંકા સામેની ટી-૨૦ મેચમાં રોહિત શર્માએ ૧૨ ચોક્કા અને […]

Top Stories
9 1513953342 રો-હિત શર્માએ ૩૫ બોલમાં સદી ફટકારી કરી વર્લ્ડ રેકોર્ડની બરાબરી

ભારતીય કેપ્ટન રોહિત શર્માએ શ્રીલંકા સામે ઇન્દોરમાં રમાયેલી બીજી ટી-૨૦ મેચમાં સદી ફટકારી સૌથી ઝડપી સદી ફટકારવાના રેકોર્ડની બરાબરી કરી છે. રોહિત શર્માએ તુફાની બેટિંગ કરતા માત્ર ૩૫ બોલમાં જ સદી ફટકારી હતી. આ સાથે જ શર્માએ દક્ષિણ આફ્રિકાના બેટ્સમેન ડેવિડ મિલરના રેકોર્ડની બરાબરી કરી છે.

શ્રીલંકા સામેની ટી-૨૦ મેચમાં રોહિત શર્માએ ૧૨ ચોક્કા અને ૧૦ સિક્સર સાથે માત્ર ૪૩ બોલમાં જ ૧૧૮ રન ફટકાર્યા હતા. અને ભારતીય ટીમે ૨૦ ઓવરમાં ૫ વિકેટના નુકશાને ૨૬૦ રનનો વિશાળ સ્કોર ખડકયો હતો. આ પહેલા દક્ષિણ આફ્રિકન બેટ્સમેન ડેવિડ મિલરે ગત ૨૯ ઓક્ટોબર ના રોજ બાંગ્લાદેશ સામે રમાયેલી મેચમાં ૩૫ બોલમાં સદી ફટકારી હતી.

ટી-૨૦ ઇન્ટરનેશનલ મેચમાં સૌથી ઝડપી સદી ફટકારવાનો રેકોર્ડ :

૧. ડેવિડ મિલર : ૨૦૧૭માં બાંગ્લાદેશ સામે રમાયેલી મેચમાં ૩૫ બોલમાં ફટકારી સદી

૨. રિચર્ડ લેવી :  ૨૦૧૨ માં ન્યુઝીલેન્ડ વિરુદ્ધ માત્ર ૪૫ બોલમાં સદી

૩. ફાફ ડુ પ્લેસિસ  : ૨૦૧૫માં વેસ્ટઇન્ડીઝ વિરુદ્ધ ૪૬ બોલમાં સદી

૪. લોકેશ રાહુલ : ૨૦૧૬માં વેસ્ટઇન્ડીઝ વિરુદ્ધ ૪૬ બોલમાં સદી