Not Set/ રોહિત શર્માએ ચોગ્ગા-છક્કાના ઝંઝાવાત સાથે ફટકારી ત્રીજી બેવડી સદી

મોહાલીમાં રમાઈ રહેલી ભારત અને શ્રીલંકા વચ્ચેની ત્રણ વન-ડે મેચની શ્રેણીની બીજી મેચમાં કેપ્ટન રોહિત શર્માએ બેવડી સદી ફટકારી છે. વન-ડે કેરિયરની ત્રીજી બેવડી સદી ફટકારતા હિટમેન રોહિત શર્માએ અણનમ ૨૦૮ રન ફટકાર્યા હતા. આ સાથે ભારતીય ટીમે ૫૦ ઓવરમાં ૪ વિકેટના નુકશાને ૩૯૪ રનનો વિશાળ સ્કોર ખડકયો છે. રોહિત શર્માએ બેવડી સદી ફટકારતા ચોગ્ગા-છક્કાની રમઝટ બોલાવી […]

Top Stories
ROHITSHARMA રોહિત શર્માએ ચોગ્ગા-છક્કાના ઝંઝાવાત સાથે ફટકારી ત્રીજી બેવડી સદી

મોહાલીમાં રમાઈ રહેલી ભારત અને શ્રીલંકા વચ્ચેની ત્રણ વન-ડે મેચની શ્રેણીની બીજી મેચમાં કેપ્ટન રોહિત શર્માએ બેવડી સદી ફટકારી છે. વન-ડે કેરિયરની ત્રીજી બેવડી સદી ફટકારતા હિટમેન રોહિત શર્માએ અણનમ ૨૦૮ રન ફટકાર્યા હતા. આ સાથે ભારતીય ટીમે ૫૦ ઓવરમાં ૪ વિકેટના નુકશાને ૩૯૪ રનનો વિશાળ સ્કોર ખડકયો છે. રોહિત શર્માએ બેવડી સદી ફટકારતા ચોગ્ગા-છક્કાની રમઝટ બોલાવી હતી. શર્માએ કુલ ૧૨ છક્કા અને ૧૩ ચોગ્ગા ફટકાર્યા હતા. આ પહેલા રોહિત શર્માએ ૨૦૧૩માં ઓસ્ટ્રેલિયા સામે ૨૦૯ અને ૨૦૧૪માં શ્રીલંકા સામે ૨૬૪ રન ફટકાર્યા હતા.

ટોસ હાર્યા બાદ મેદાને ઉતરેલી ભારતીય ટીમની શરૂઆત સારી રહી હતી. ઓપનર ધવન અને કેપ્ટન રોહિત શર્માએ ૧૦૦ રનની ભાગીદારી નોધાવી હતી. શિખર ધવન ૬૮ રન ફટકારી આઉટ થયો હતો જયારે શ્રેયસ ઐયરે ૮૮ રન બનાવ્યા હતા.

બીજી બાજુ, ટોસ જીતીને ફિલ્ડીંગ કરવા ઉતરેલી શ્રીલંકન ટીમમાં કોઈ પણ ફેરફાર કરવામાં આવ્યો હતો જયારે ભારતીય ટીમમાં સ્પિનર કુલદીપ યાદવની જગ્યાએ વોશિંગ્ટન સુંદરનો સમાવેશ કરવામાં આવ્યો હતો.