Bin Laden Son Reveal: અમેરિકા દ્વારા માર્યા ગયેલા વિશ્વના સૌથી ખતરનાક આતંકવાદી ઓસામા બિન લાદેનના પુત્ર ઉમર બિન લાદેને તેના પિતા સાથે જોડાયેલો ખુલાસો કર્યો છે. તેણે એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું કે તેના પિતા ઓસામા તેને આતંકવાદી બનાવવા માંગતા હતા, જ્યારે ઉમર નાનો હતો ત્યારે ઓસામાએ તેને અફઘાનિસ્તાનમાં બંદૂકની ટ્રેનિંગ આપી હતી. ઓમર બિન લાદેનનો સૌથી મોટો પુત્ર છે જે ફ્રાન્સમાં તેની માતા સાથે રહે છે. તેણે ઇન્ટરવ્યુમાં દાવો કર્યો હતો કે તે સમયે તે મજબૂર હતો અને તેણે તેના પિતા સાથેના ખરાબ સમયને ભૂલી જવાનો પ્રયાસ કર્યો હતો. પુત્ર ઓમરે દાવો કર્યો છે કે ઓસામા બિન લાદેને તેના કૂતરા પર રાસાયણિક હથિયારોનું પરીક્ષણ કર્યું હતું.
પોતાના પિતા ઓસામા બિન લાદેનને યાદ કરતાં તેણે કહ્યું કે તે મને બિલકુલ પસંદ નહોતો કરતો, પરંતુ પિતા હોવાને કારણે તે પ્રેમ પણ કરતો હતો. તેમણે મને તેમના કામને આગળ વધારવા માટે પસંદ કર્યો હતો, જેના માટે તેમણે મને તાલીમ પણ આપી હતી. ન્યૂયોર્કમાં 9/11ના આતંકવાદી હુમલાના થોડા મહિનાઓ પહેલા ઓમરે એપ્રિલ 2001માં અફઘાનિસ્તાન છોડવાનું પસંદ કર્યું હતું. આજે તે એક ચિત્રકાર છે, જેની પેઇન્ટિંગ 8 કરોડથી વધુની કિંમતમાં વેચાય છે. ઉમરે કહ્યું કે મારા પિતાએ મને ક્યારેય અલ-કાયદામાં જોડાવાનું કહ્યું નથી, પરંતુ તેમણે મને કહ્યું હતું કે તેમનું કામ ચાલુ રાખવા માટે હું જ પુત્ર હતો. જ્યારે મેં કહ્યું કે મને તે પસંદ નથી, ત્યારે તે નિરાશ થઈ ગયા. જ્યારે ઓમરને પૂછવામાં આવ્યું કે તેને શા માટે લાગે છે કે તેના પિતાએ તેને તેના અનુગામી તરીકે પસંદ કર્યો છે, તો તેણે કહ્યું, “મને ખબર નથી, કદાચ કારણ કે હું વધુ બુદ્ધિશાળી હતો, જેના કારણે હું આજે જીવિત છું.”
એક મીડિયા રિપોર્ટ અનુસાર ઓમર 2 મે 2011ના રોજ કતારમાં હતો, જ્યારે તેણે સમાચાર સાંભળ્યા કે યુએસ નેવી સીલ્સે તેના પિતાની હત્યા કરી દીધી છે, જે પાકિસ્તાનમાં સેફ હાઉસમાં છુપાયેલા હતા. યુએસ નેવીએ બિન લાદેનના મૃતદેહને તેના મૃત્યુના 24 કલાકની અંદર સુપર કેરિયર યુએસએસ કાર્લ વિન્સનથી દરિયામાં દફનાવ્યો હતો. ઉમરે કહ્યું કે મને ખબર નથી કે તેઓએ ઓસામાના મૃતદેહ સાથે શું કર્યું. તેઓ કહે છે કે તેઓએ તેને સમુદ્રમાં ફેંકી દીધો, પરંતુ હું માનતો નથી. તેણે ઈન્ટરવ્યુ દરમિયાન કહ્યું હતું કે મેં મારા પિતા માટે કોઈ આંસુ નથી વહાવ્યા, હા તેઓ તેમના પિતાને પ્રેમ કરતા હતા પરંતુ તેઓ તેમને એટલા જ નફરત કરતા હતા. ઓમરનો જન્મ માર્ચ 1981માં સાઉદી અરેબિયામાં બિન લાદેનની પ્રથમ પત્ની નજવાના ઘરે થયો હતો.
આ પણ વાંચો: space/પૃથ્વીને બચાવવા માટે ચીન લોન્ચ કરશે ખાસ ટેલિસ્કોપ, જાણો શું હશે તેની ખાસિયત
