Narmada News/ નર્મદા જિલ્લામાં ભાજપમાં ભારેલો અગ્નિ, મનસુખ વસાવાએ તોપનું નાળચું દર્શનાબેન તરફ ફેરવ્યું

સાંસદ મનસુખ વસાવાએ સાતમી ડિસેમ્બરે નનામા પત્ર બાબતે એક પત્રકાર પરિષદ કરી હતી, જેમા નાંદોદના ધારાસભ્ય ડો. દર્શનાબેન દેશમુખ પર આડકતરી રીતે ભ્રષ્ટાચારના આક્ષેપ કર્યા હતા. આ અંગે દર્શનાબેન દેશમુખે વળતો જવાબ આપ્યો છે.

Top Stories Gujarat Others Breaking News

Narmada News: નર્મદા જિલ્લામાં ભાજપમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ છે. નર્મદા જિલ્લાના ભાજપના બે દિગ્ગજો સામસામે આવી ગયા છે. ભાજપના સાંસદ મનસુખ વસાવા અને નાંદોદના ધારાસભ્ય ડો. દર્શના દેશમુખે વગર ચૂંટણીએ એકબીજા સામે મોરચો માંડ્યો હોય તેવી સ્થિતિ છે. આમ અહીં પક્ષનો આંતરિક ઉકળાટ ચરમસીમાએ છે અને પક્ષના જ કાર્યકરો જાણે ઘંટીના બે પડની વચ્પીચે પીસાય તેમ પીસાઈ રહ્યા છે. અગાઉ ચૈતર વસાવાની ઝાટકણી કાઢતા મનસુખ વસાવાએ હવે જાણે તોપનું નાળચું પક્ષના જ વિધાનસભ્ય ડો. દર્શનાબેન દેશમુખ તરફ ફેરવ્યું છે.

સાંસદ મનસુખ વસાવાએ સાતમી ડિસેમ્બરે નનામા પત્ર બાબતે એક પત્રકાર પરિષદ કરી હતી, જેમા નાંદોદના ધારાસભ્ય ડો. દર્શનાબેન દેશમુખ પર આડકતરી રીતે ભ્રષ્ટાચારના આક્ષેપ કર્યા હતા. આ અંગે દર્શનાબેન દેશમુખે વળતો જવાબ આપ્યો છે. દર્શનાબેને વળતો પ્રહાર કરતાં જણાવ્યું હતું કે સાંસદ મનસુખ વસાવા ભ્રષ્ટાચારની વાત સાબિત નહિ કરે તો હું માનહાનિનો દાવો મનસુખ વસાવા સામે કરીશ. જરૂર પડે કોર્ટમાં જવાનું હશે તો મનસુખ વસાવા સામે હું કોર્ટમાં પણ જઈશ

મનસુખ વસાવાની સામે દર્શનાબેન દેશમુખ ધરણા પર બેસવાના હતા પર પ્રદેશ માંથી સૂચના મળી એટલે ધરણા રદ કર્યા છે મનસુખ વસાવા એ આજે  ફેસબુક પર દર્શના વસાવા વિરુદ્ધ પોસ્ટ મુકતા રાજકારણ ગરમાયુ હતું. મનસુખ વસાવા મને ધારાસભ્ય તરીકે સ્વીકારતા જ નથી, એમ દર્શનાબેન  દેશમુખે જણાવ્યું હતું.

તેમણે દાવો કર્યો હતો કે હું જયારે ધારાસભ્ય બની ત્યારથી જ મારા પર મનસુખ વસાવા આક્ષેપ કરતા આવ્યા છે  મનસુખ વસાવા મારા વિશે બેફામ વાણી વિલાસ હંમેશા કરતા આવ્યા છે  હું પણ ભાજપ ની જ દીકરી છું તો સિનિયર સાંસદ તરીકે આવો મારા વિશે વાણી વિલાસ ના કરવો જોઈએ મારી પાસે પણ આવા નનામા પત્રો આવે છે પણ અમે એને કચરા માં નાખી દઈએ છે એના પર અમે કોઈ ટિપ્પણી કરતા નથી મનસુખ વસાવા બાબતે મે પ્રદેશ સુધી રજુઆત કરી છે  મનસુખ વસાવા ને મારા માટે કોઈ પ્રશ્ન હોઈ તો યોગ્ય ફોરમ માં વાત કરવી જોઈએ. કેટલાય સમય થી મૌન હતી પણ મનસુખ વસાવાના આવા સતત વાણી વિલાસ ને કારણે મારે આજે મૌન તોડવું પડ્યું છે  હવે જો કાયમ મનસુખ વસાવા કઈ બોલશે તો મારે જવાબ આપવો પડશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: નર્મદા જિલ્લામાં મોટો ભ્રષ્ટાચાર! મનસુખ વસાવાએ BJP-AAP-કોંગ્રેસ પર 50-75 લાખના તોડપાણીનો આરોપ

આ પણ વાંચો: MLA ચૈતર વસાવા સાથે જોડાયેલા અનેક માણસો દારૂનો ધંધો કરે છેઃ મનસુખ વસાવા

આ પણ વાંચો: ભરૂચ દૂધધારા ડેરીને લઈને રાજકારણ ગરમાયું, સાંસદ મનસુખ વસાવાની પ્રતિક્રિયા આવી સામે