અમદાવાદ/ એલિસબ્રિજની તક્ષશિલા એર બિલ્ડિંગમાં લાગી આગ, ફાયર વિભાગની 5 ગાડીઓ ઘટના સ્થળે

તક્ષશિલાની એર બિલ્ડિંગમાં આગ લાગતા ફાયર ફાયટરની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી. બિલ્ડીંગના 12માં માળે આગ લાગવાની ઘટના બની હતી.

Top Stories Ahmedabad Gujarat
બિલ્ડિંગમાં આગ

અમદાવાદના એલિજબ્રિજ વિસ્તારમાં આગની ઘટના સામે આવી છે.તક્ષશિલાની એર બિલ્ડિંગમાં આગ લાગતા ફાયર ફાયટરની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી. બિલ્ડીંગના 12માં માળે આગ લાગવાની ઘટના બની હતી.

બિલ્ડિંગમાં આગ લાગી 

આગની ઘટનાને પગલે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ આગ કયા કારણોસર લાગી છે તે હજી સ્પષ્ટ થયું નથી. આગને કારણે સદનસીબે હાલ કોઇ જાનહાનીનાં સમાચાર સામે આવ્યા નથી.આ આગમાં ફસાયેલા લોકોનું ફાયર વિભાગ દ્વારા રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે.

આ પહેલા પણ નારણપુરા વિસ્તારમાં આવેલી મોદી કેર હોસ્પિટલમાં આગ લાગી હતી. આગની આ દુર્ઘટનામાં પતિ પત્નીના મોત થયા હતા. પતિ પત્નીના મૃતદેહ હોસ્પિટલના પ્રથમ માળેથી મળી આવ્યા હતા.ત્યાં શહેરમાં ફરી આગની ઘટનામાં ત્રણ જીંદગીઓ હોમાઈ હતી.

થોડા દિવસ પહેલા પણ નારોલ વિસ્તારમાં આગનો બનાવ સામે આવ્યો હતો. નારોલની ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં આવેલા ગોડાઉનમાં એકાએક આગ લાગી હતી. આનંદ ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટના ગોડાઉનમાં રાખેલા રેસીન અને પીગમેન્ટના કેમિકલનાં ગોડાઉનમાં આગ લાગી હતી. આગ લાગતા જ ગોડાઉનમાં કામ કરતા લોકો બહાર દોડી ગયા હતા. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. બનાવની જાણ થતાં ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી.

આ પણ વાંચો:ગોધરાના કિન્નર સમાજે પાલક પુત્રી જાગૃતિના ધામધૂમથી કરાવ્યા લગ્ન, લાડલી દીકરીને વિદાય આપતા સર્જાયો અનોખો માહૌલ.!!

આ પણ વાંચો:સ્વયંભુ પ્રગટ પીપળેશ્વર મહાદેવના ભવ્યાતિભવ્ય અતિરૂદ્ર મહા યજ્ઞનો પ્રારંભ

આ પણ વાંચો:CM ભૂપેન્દ્ર પટેલના હસ્તે સંગીતકાર રૂપકુમાર રાઠોડ નિર્મિત વસુધૈવ કુટુંમ્બકમની થીમ આધારિત ફિલ્મનું લોન્ચીંગ