Not Set/ વરસાદ બાદ દિલ્હીની હવા બની ઘાતક, પ્રદૂષણમાં થયો ભયંકર વધારો

રવિવારે સવારે એનસીઆરનાં કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ પડ્યો હતો. જો કે આ હળવા વરસાદ બાદ પણ પ્રદૂષણથી દિલ્હીવાસીઓને રાહત મળી નથી. દિલ્હી-એનસીઆરમાં પ્રદૂષણનું સ્તર ‘ગંભીર કેટેગરી’માં આવી ગયુ છે. દિલ્હી-એનસીઆરમાં વરસાદ બાદ પણ લોકોને પ્રદૂષણથી કોઈ રાહત મળી નથી. શનિવારે મોડી રાત્રે દિલ્હી અને તેની આસપાસનાં કેટલાક સ્થળોએ વરસાદ પડ્યો હોવા છતાં, પ્રદૂષણ જોખમી સ્તર […]

Top Stories India

રવિવારે સવારે એનસીઆરનાં કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ પડ્યો હતો. જો કે આ હળવા વરસાદ બાદ પણ પ્રદૂષણથી દિલ્હીવાસીઓને રાહત મળી નથી. દિલ્હી-એનસીઆરમાં પ્રદૂષણનું સ્તર ‘ગંભીર કેટેગરી’માં આવી ગયુ છે.

Image result for delhi air pollution"

દિલ્હી-એનસીઆરમાં વરસાદ બાદ પણ લોકોને પ્રદૂષણથી કોઈ રાહત મળી નથી. શનિવારે મોડી રાત્રે દિલ્હી અને તેની આસપાસનાં કેટલાક સ્થળોએ વરસાદ પડ્યો હોવા છતાં, પ્રદૂષણ જોખમી સ્તર પર બની રહ્યું છે. દિલ્હીવાસીઓ માટે, રવિવારે સવારે એર ક્વોલિટી ઈન્ડેક્સ (એક્યુઆઈ) ના આંકડાએ ચિંતા ઉભી કરી છે. રાજધાનીનાં સત્યવાજી કોલેજ વિસ્તારમાં એક્યુઆઈ સૌથી વધુ નોંધાયું હતું. અહીં પ્રદૂષણનું સ્તર 961 હતું. વળી જ્યાં પુસા રોડ વિસ્તારમાં એક્યુઆઈ 920 નોંધવામાં આવ્યુ હતુ, ત્યાં આનંદ વિહાર વિસ્તારમાં આ આંકડો 848 પર પહોંચી ગયો હતો. દિલ્હીનાં બવાના વિસ્તારમાં સવારે એર ક્વોલિટી ઈન્ડેક્સ 492, આઇટીઓ ક્રોસિંગ 487 અને અશોક વિહાર 482 ને પાર કરી રહ્યો હતો. આ ઉપરાંત, ઈન્દિરાપુરમમાં એક્યૂઆઇ 482 અને ગાઝિયાબાદનાં વસુંધરામાં 486 નોંધાયુ હતુ.

એક્યૂઆઇ 0-50 વચ્ચે સારો, 51-100 વચ્ચે સંતોષકારક, 101-200 વચ્ચે મધ્યમ, 201-300 ખરાબ, 301-400 વચ્ચે અત્યંત ખરાબ, 401-500 ગંભીર અને 500 થી આગળ ખૂબ ગંભીર માનવામાં આવે છે. વળી સેન્ટ્રલ પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડ (સીપીસીબી) અનુસાર નેશનલ કેપિટલ રિજન (એનસીઆર) નાં ગાઝિયાબાદ, નોઈડા અને ગ્રેટર નોઇડામાં એક્યુઆઈ અનુક્રમે 455, 432 અને 429 નોંધાયું હતું. જ્યારે શુક્રવારે સાંજે 4 કલાકે ગાઝિયાબાદ અને ગ્રેટર નોઇડામાં એક્યુઆઈ 496 નોંધાયુ હતુ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.